Amitabh Bachchan Health: અમિતાભ બચ્ચનની તબીયત બગડી, બ્લોગમાં જણાવ્યું થશે સર્જરી

Amitabh Bachchan Health: અમિતાભ બચ્ચનની તબીયત બગડી, બ્લોગમાં જણાવ્યું થશે સર્જરી
અમિતાભ બચ્ચનને કરાવી સર્જરી

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ એક બ્લોગ લખી લોકોને ઝાટકો આપ્યો છે. બિગ બીએ બ્લોગમાં જણાવ્યું છે કે, તેમની તબિયત બગડી ગઇ છે. બિગ બીનો આ બ્લોગ જોઇ તેમનાં ફેન્સ પરેશાન થઇ ગયા છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નાં ફેન્સ આખી દુનીયામાં છે. તેમની એક ઝલક જોવા માટે ફેન્સ તતપર રહે છે. સોશિયલ મીડિયા (Social Media) પર પણ બિગ બી (Big B) ઘણાં જ એક્ટિવ રહે છે. પણ સદીનાં મહાનાયકે એક બ્લોગ (Amitabh Bachchan Blog) લખી લોકોને ઝટકો આપ્યો છે. અમિતાભ બચ્ચને એક બ્લોગ દ્વારા જણાવ્યં કે, તેમની તબિયત ખરાબ છે. જેને કારણે તેમને સર્જરી (Surgery) કરાવવી પડશે.

    અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ તેમની સર્જરી (Surgery)ની માહિતી બ્લોગમાં શનિવારે 27 ફેબ્રુઆરીનાં આપી હતી. જેમાં તેમણે તેમની 'મેડિકલ કંડિશન...સર્જરી..હાલમાં લખી શકતો નથી. એબી.'





    બિગ બીનો આ બ્લોગ જોયા બાદ તેમનાં ફેન્સ પરેશાન થઇ ગયા છે. કારણ કે બ્લોગ દ્વારા ફેન્સ તેમનાં ડેઇલી રુટીનની માહિતી આપતાં રહે છે. આ નાનકડાં વાક્યથી લોકો પરેશાન થઇ ગયા છે. કારણ કે, શેની સર્જરી, ક્યારે છે સર્જરી તે અંગે બિગ બીએ કોઇ માહિતી આપી નથી. આ પણ નથી કહ્યું કે, સર્જરી થવાની છે કે થઇ ગઇ છે. હવે લોકો અમિતાભ બચ્ચનને તેમનાં ઇન્સ્ટાગ્રામ પર તેમની એક તસવીરની સાથે.. ફક્ત આ...!!!!!???? લખ્યું છે.



    અમિતાભ બચ્ચનની તબિયત અચાનક જ ખરાબ થઇ ગઇ છે. શું કારણ છે કેમ સર્જરી કરાવવી પડી છે. તે હવે એક સવાલ છે. લોકો આ જાણવાં ઇચ્છે છે કે, આખરે તે ક્યાં છે અને તેમને શું થયુ છે.

    તેણે ટ્વિટ કરી લખ્યું છે, 'કંઇક જરૂરથી વધારે વધી ગયુ છે. કંઇક કાપવાથી સુધરશે.. જીવન કાળની કાલ છે આ.. કાલે જ ખબર પડશે કેવું રહ્યું તે.. '


    આપને જણાવી દઇએ કે, આ પહેલાં તે જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા હતાં ત્યારે તેમને કોરોના થયો હતો. ત્યારે દેશભરમાં તેમની હેલ્થની કામના કરતાં હતાં લોકો. કેટલાંક અઠવાડિયામાં તેમણે કોરોનાની જંગ જીતી લીધી હતી. અને તેઓ ઘરે આવી ગયા હતા.

    અમિતાભ બચ્ચનનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, આવનારા સમયમાં અમિતાભ બચ્ચનની ઘણી દમદાર ફિલ્મો આવી રહી છે. તેઓ 'ચેહરે' ,'ઝૂંડ', અને 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવશે.
    Published by:Margi Pandya
    First published:February 28, 2021, 10:12 am

    ટૉપ ન્યૂઝ