Home /News /gujarat /અમિતાભ બચ્ચન: સારી ચાલી રહી છે સારવાર, હજુ 7 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે

અમિતાભ બચ્ચન: સારી ચાલી રહી છે સારવાર, હજુ 7 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે

અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન



એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન હાલમાં મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા છે. તો ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન ઘરમાં જ કોરન્ટીન છે. તેમની હાલત હાલમાં સ્થિર છે અને દિનપ્રતિદિન સુધરી રહી છે.

તો બીજી તરફ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનું સ્વાસ્થ્ય પણ સારુ છે. હોસ્પિટલના એક સૂત્રે એવું જણાવ્યું કે બચ્ચન પરિવારને ભારે સારવારની જરૂર નથી કારણ કે તેમને કોરોનાનાં હળવા લક્ષણો હતાં. તેમની જે સારવાર ચાલુ હતી તેનાંથી તેમને ઘણો ફાયદો થયો છે. અમિતાભ અને અભિષેક બન્ને આઈસોલેશન વોર્ડમાં છે અને ક્લિનિકલી સ્ટેબલ છે. હાલમાં તેમને કોઈ સઘન સારવાર આપવાની જરૂર નથી.



દવાઓના ડોઝ સાથે તેમની તબિયત સુધરી રહી છે. તેમને સર્પોટિવ થેરપી અપાઈ રહી છે. અભિષેક બચ્ચને ટ્વિટ કરીને એવું જણાવ્યું હતું કે જ્યાં સુધી ડોક્ટર બીજો નિર્ણય ન કરે ત્યાં સુધી મારા પિતા અને હું બન્ને હોસ્પિટલમાં છીએ. અહીં અમારે સાત દિવસો રોકાવું પડશે



અભિષેકે તેનાં ચાહકોને કોરોનાથી સુરક્ષિત અને સલામત રહેવાની પણ સલાહ આપી છે તેમજ સાથે કહ્યું છે કે, કૃપા કરીને નિયમોનું પાલન કરો. આ પહેલાંની એક પોસ્ટમાં અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, હું અને મારા પિતા કોરોના વાઇરસથી સંક્રમિત થયા છીએ. અમારા બંનેમાં કોરોનાનાં હળવાં લક્ષણ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. બીએમસી અમારા સંપર્કમાં છે અને અમે તેમને સાથસહકાર આપી રહ્યાં છીએ. અમે તમામને ભયભીત ન થવા અને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.

આ પણ વાંચો- સુશાંતનાં કૂકની ફરી 6 કલાક ચાલી પૂછપરછ, બહેનને પણ પૂછશે અંગત સવાલ

ઉલ્લેખનીય છે કે અમિતાભના બંગલે કામ કરનારા 26 જેટલા નોકર અને વર્કરનો ટેસ્ટ કરાયા હતા. આ તમામનાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. સોમવારે સહાયક નગર આયુક્ત વિશ્વાસ મોટે (K વેસ્ટ વોર્ડ)નાં જણાવ્યાં અનુસાર, તમામ સ્ટાફનાં સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુંબઇ નગર પાલિકા (BMC)નાં જણાવ્યાં પ્રમાણે રવિવારે શહેરમાં 1174 કોરોનાનાં કેસ છે. સાથે જ મુંબઇમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારાની સંખ્યા 93,894 થઇ ગઇ છે.
First published:

Tags: Corona Positive, Nanavati Hospital, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, કોરોના વાયરસ