મુકેશ અંબાણીએ કર્યું લાડલીનું કન્યાદાન, Big Bના શ્લોકપઠનથી ભાવુક થયો પરિવાર

News18 Gujarati
Updated: December 14, 2018, 7:32 AM IST
મુકેશ અંબાણીએ કર્યું લાડલીનું કન્યાદાન, Big Bના શ્લોકપઠનથી ભાવુક થયો પરિવાર

  • Share this:
દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન ધામધૂમથી થયા છે. લગ્ન સમારોહમાં દેશ દુનિયાની ટોચની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી, તો લગ્ન મંડપમાં હસ્પમેળાપ દરમિયાન મહાનાયક અમિતાભ બચ્ચને સંસ્કૃત સ્લોકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. આ અનુવાદ દરમિયાન હાજર લોકો મંત્રમૂક્ત થઇ ગયા હતા.

અમિતાભ બચ્ચને લગ્નના શ્લોકનું ઇંગ્લિશમાં કર્યું અનુવાદ

ઇશા અંબાણી અને પીરામલ મુંબઇ સ્થિત અંબાણી પરિવારના નિવાસ સ્થાને લગ્નગ્રંથીએ જોડાઇ ગયા છે. લગ્ન સમારોહમાં વૈદિક વિધિથી થયા હતા, જેમાં લગ્ન દરમિયાન સંસ્કૃત શ્લોકનું પઠન થયું હતું. તો સૌથી ખાસ આ સમારોહમાં બીગ બી અમિતાભ બચ્ચને હસ્તમેળાપ અને સાત ફેરા દરમિયાન બોલાતા શ્લોકનું અંગ્રેજીમાં પઠન કર્યું હતું. અમિતાભ બચ્ચનના અંગ્રેજી અનુવાદ દરમિયાન અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી સહિત વિદેશથી આવેલા મહેમાનો મંત્રમૂક્ત થઇ ગયા હતા.મુકેશ અંબાણી અને નિતા અંબાણી થયા ભાવૂક

વૈદિક મંત્રોચાર સાથે થયેલા ઇશાના લગ્ન દરમિયાન અંબાણી પરિવાર ભાવુક થયો હતો. જેમાં ઇશાના માતા-પિતા મુકેશ અંબાણી અને નિતા અંબાણી હસ્ત મેળાપ અને સાત ફેરા દરમિયાન ભાવુક થયા હતા. વૈદિક મંત્રોનું અંગ્રેજીમાં પઠન અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન હોલમાં હાજર તમામ લોકો એકચિત થઇ ગયા હતા અને સંસ્કૃત શ્લોકનું અનુવાદ ધ્યાનથી સાંભળી રહ્યાં હતા.
કન્યાદાન કરી રહેલા મુકેશ અંબાણી અને નિતા અંબાણી
First published: December 13, 2018
વધુ વાંચો
अगली ख़बर