પરિણામના એક દિવસ પહેલાં અમિત શાહે કહ્યું - EVM વિશે ભ્રમ ફેલાવી રહ્યો છે વિપક્ષ

News18 Gujarati
Updated: May 22, 2019, 8:41 PM IST
પરિણામના એક દિવસ પહેલાં અમિત શાહે કહ્યું - EVM વિશે ભ્રમ ફેલાવી રહ્યો છે વિપક્ષ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની ફાઇલ તસવીર

શાહે ટ્વીટર પર કહ્યું કે કેટલાક પક્ષો પોતાનાથી વિરુદ્ધનું પરિણામ આવવાના લીધે ખૂનની નદીઓ વહેડાવાના અને હથિયારો ઉપાડવાના નિવેદનો આપી રહ્યાં છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે EVM અંગે આશંકા વ્યક્ત કરતા દળોએ જણાવ્યું હતું કે વિપક્ષ EVM અંગે ભ્રમણા ફેલાવી રહ્યો છે. આનાથી પ્રભાવિત થયા વગર સૌએ લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

શાહે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે કેટલાક વિપક્ષી દળો ચૂંટણીના પરિણામો અનુકૂળ ન આવવા પર હથિયારો ઉપાડવાની અને લોહીની નદીઓ વહેડાવવાની વાત કરી રહ્યાં છે. વિપક્ષ જણાવે કે આવા હિંસાત્મક નિવેદનો આપી અને તે લોકતંત્રમાં કોને પડકાર ફેંકી રહ્યાં છે? વિપક્ષ પર નિશાન તાકતા અમિત શાહે જણાવ્યું હતું કે “EVMનો વિરોધ દેશની જનતાના જનાદેશનો અનાદર છે. હારથી ડરી રહેલા 22 વિપક્ષી દળોએ લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલ સર્જી અને વનિશ્વમાં દેશનું અને લોકતંત્રનું અપમાન કર્યુ છે. ”

આ પણ વાંચો :  રિઝલ્ટ પહેલા પૂર્વ CECએ કહ્યું - EVM સાથે છેડછાડ સંભવ નથી

ચૂંટણી જીત્યા પર સત્તા કેમ સંભાળી?
શાહે આ નિવેદન EVM વિશે શંકા વ્યક્ત કરી રહેલા 22 વિપક્ષી દળોએ ચૂંટણી પંચની મુલાકાત કરી તેના વિશે આપ્યું હતું. શાહે કહ્યું કે જે લોકો EVMનો વિરોધ કરી રહ્યા છે,તેમણે ક્યારેક અને ક્યારેક EVMના જોરે સત્તા મેળવી છે, આવું હતું તો શા માટે તમે જીત્યા બાદ સત્તા સંભાળી?

સુપ્રીમના આદેશ પર સવાલભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે પૂછ્યું હતું કે દરેક લોકસભા દીઠ પાંચ પાંચ વિધાનસભાના EVM અને VVPATની સ્લીપ ગણવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. તો હું આ 22 દળોને પૂછવા માંગુ છું કે તમે લોકો શું સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરો છો? શું તમે સુપ્રીમના આદેશ પર અવાજ ઉઠાવો છો?
First published: May 22, 2019, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading