અમિત શાહે કહ્યું- લિંગાયતોને નહી મળે ધાર્મિક લઘુમતિનો અલગ દરજ્જો

News18 Gujarati
Updated: April 3, 2018, 11:18 PM IST
અમિત શાહે કહ્યું- લિંગાયતોને નહી મળે ધાર્મિક લઘુમતિનો અલગ દરજ્જો

  • Share this:
ભાજપ અધ્યક્ષ અમિત શાહે લિંગાયતોને લઈને મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે, લિંગાયત સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણને કેન્દ્ર સરકાર સ્વીકારશે નહી.

શાહે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતિ દરજ્જો આપવાના નિર્ણયને હિન્દુઓને વિભાજીત કરનારો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, લિંગાયત સમુદાયના દરેક મહંતોનું કહેવું છે કે, સમુદાયને વિભાજીત થવા દેવામાં ન આવે. હું પણ તેમને વિશ્વાસ અપાવું છું કે, સમુદાયને વિભાજીત થવા દેવામાં આવશે નહી. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે ત્યાર સુધી આ વિભાજન શક્ય બનશે નહી. અમે આ બાબતને લઈને પ્રતિબદ્ધ છીએ.

પહેલાથી જ શાહ લિંગાયત સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાનો વિરોધ કરતાં રહ્યાં છે. અમિત શાહે સિદ્ધારમૈયાની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ લિંગાયત સમુદાયને વિભાજીત કરવાનું પગલું ભરી રહી છે. તેને લિંગાયત માટે કોઈ જ પ્રેમ નથી, પરંતુ તેનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનતા રોકવાનો છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક કેબિનેટે 19 માર્ચે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન કમિટીની ભલામણોને સ્ટેટ માઈનોરિટી કમિશન એક્ટની કલમ 2ડી હેઠળ મંજુરી આપી દીધી છે. કોંગ્રેસે લિંગાયત ધર્મને અલગ ધર્મ આપવાનું સમર્થન કર્યું હતું. જ્યારે ભાજપ હજુ સુધી લિંગાયતોને હિન્દુ ધર્મનો જ ભાગ ગણતી આવી છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ લિંગાયત સમુદાયને પોતાના તરફ વાળવાના પ્રયત્ન કરી રહી છે. આ અગાઉ લિંગાયત સમુદાયના ચિત્રદુર્ગ મઠના મહંત શિવમૂર્તિ મુરૂધા શરાનારૂએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પત્ર પણ લખ્યો હતો. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસનો લિંગાયતને અલગ ધર્મ આપવાનો પ્રસ્તાવ યોગ્ય છે. આ નિર્ણય સમાજને વહેંચવા માટે નહી પરંતુ લિંગાયતોની ઉપજાતિઓને સંગઠિત કરવાની એક આગવી કોશિશ છે.
First published: April 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading