Home /News /gujarat /

મુસ્લિમોને નાગરિકતા સંશોધન બિલમાં કેમ સામેલ ન કર્યા? અમિત શાહે જણાવ્યું આ કારણ

મુસ્લિમોને નાગરિકતા સંશોધન બિલમાં કેમ સામેલ ન કર્યા? અમિત શાહે જણાવ્યું આ કારણ

અમિત શાહે કૉંગ્રેસ પર વળતો હુમલો કરતાં ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો, ભાગલા માટે પણ કૉંગ્રેસને જવાબદાર ઠેરવ્યું

અમિત શાહે કૉંગ્રેસ પર વળતો હુમલો કરતાં ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો, ભાગલા માટે પણ કૉંગ્રેસને જવાબદાર ઠેરવ્યું

  નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizen Amendment Bill 2019) રજૂ કર્યું. તેની પર વિપક્ષે જોરદાર હોબાળો શરૂ કરી દીધો. પહેલા તો એ વાત પર ચર્ચા થઈ રહી હતી કે આ બિલને નીચલા ગૃહમાં રજૂ કરી શકાય કે નહીં. ત્યારબાદ જ્યારે વિપક્ષે બિલને લઘુમતી વિરોધી (Anti Minority) હોવાનો આરોપ લગાવ્યો તો અમિત શાહે કૉંગ્રેસ પર નિશાન સાધતાં હુમલો કરતાં ભાગલા (Partition)નો ઉલ્લેખ કરી દીધો. તેઓએ કહ્યુ કે કૉંગ્રેસ (Congress)એ ધર્મ ના આધારે દેશના ભાગલા કર્યા. જો ત્યારે એવું કરવામાં ન આવ્યું હોત તો આજે આપણે આવું પગલું ન ભરવું પડતું.

  પડોશી દેશોમાં મુસલમાનો પર નથી થતું ધામિક દમન

  અમિત શાહે કહ્યુ કે, પડોશી દેશોમાં મુસલમાનો (Muslims)ની વિરુદ્ધ ધાર્મિક દમન (Religious Persecution) નથી થતું. તેથી આ બિલનો ફાયદો તેમને નહીં મળે. જો આવું થયું તો આ દેશ તેમને પણ ફાયદો આપવાનો વિચાર કરશે. સાથોસાથ દાવો કરવામાં આવ્યો કે આ બિલ લઘુમતીઓની વિરુદ્ધ નથી. વિપક્ષે કહ્યું કે, આવા બિલ પર ગૃહમાં ચર્ચા જ ન થવી શકે. કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor)એ કહ્યુ કે, સંસદને આ બિલ પર ચર્ચાનો અધિકારી નથી. આ ભારતીય ગણતંત્રના મૂળભૂત મૂલ્યોનું ઉલ્લંઘન છે. શું આપણી રાષ્ટ્રીયતાનો નિર્ણય ધર્મના આધારે થશે? આ બંધારણના પ્રસ્તાવનાનું ઉલ્લંઘન કરે છે.

  કૉંગ્રેસ-ટીએમસીએ બિલને ગણાવ્યું બંધારણની વિરુદ્ધ

  કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary)એ બિલને બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ ગણાવ્યું. તેઓએ કહ્યુ કે સરકાર આર્ટિકલ-14ને નજરઅંદાજ કરી રહી છે. આ આપણા લોકતંત્રનું માળખું છે. તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ સૌગત રાયે કહ્યુ કે બંધારણનો આર્ટિકલ 14 કહે છે કે રાજ્ય (State) ભારતમાં કોઈ વ્યક્તિને વિધિની સમક્ષ સમતાથી કે વિધિઓની સમાન સંરક્ષણથી વંચિત નહીં કરે. આ બિલ નહેરુ-આંબેડકરના વિચારના ભારતથી વિરુદ્ધ છે. એમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ કહ્યુ કે ધર્મનિરપેક્ષતા (Secularism) આ દેશના મૂળભૂત માળખાનો હિસ્સો છે. આ બિલ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

  આ પણ વાંચો, લોકસભામાં નાગરિકતા બિલ રજૂ, 82ની સામે 293 વોટથી પ્રસ્તાવનો સ્વીકાર

  શાહે વળતો હુમલો કરતાં ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો

  અમિત શાહે વળતો હુમલો કરતાં કહ્યુ કે, ગૃહના નિયમ 72(1)ના હિસાબથી આ બિલ કોઈ પણ આર્ટિકલનું ઉલ્લંઘન નથી. આર્ટિકલ-11ને પૂરો વાંચો. કેટલાક સભ્યોને લાગે છે કે આ બિલથી સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી (Indira Gandhi)એ 1971માં નિર્ણય લીધો હતો કે બાંગ્લાદેશ (Bangladesh)થી આવેલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે તો પાકિસ્તાન (Pakistan)થી આવેલા લોકોની સાથે આવું કે ન કરવામાં આવ્યું. ત્યારબાદ યુગાન્ડાથી આવેલા તમામ લોકોને કૉંગ્રેસના શાસનમાં નાગરિકતા આપવામાં આવી. ત્યારે ઈંગ્લેન્ડથી આવેલા લોકોને કેમ ન આપવામાં આવી? પછી દંડકારણ્ય કાયદો લાવીને નાગરિકતા આપવામાં આવી. ત્યારબાદ રાજીવ ગાંધી (Rajiv Gandhi)એ આસામ સમજૂતી કરી. તેમાં પણ 1971ની જેમ જ કટ ઑફ ડેટ રાખવામાં આવી તો શું સમાનતા થઈ શકી? દરેક વખતે તાર્કિક વર્ગીકરણના આધારે જ નાગરિકતા આપવામાં આવે છે.

  'તમામ દેશ અલગ-અલગ આધારે નાગરિકતા આપે છે'

  ગૃહ મંત્રી શાહે કહ્યુ કે દુનિયાભરના દેશ અલગ-અલગ આધારે નાગરિકતા આપે છે. જ્યારે કોઈ દેશ કહે છે કે તેના દેશમાં રોકાણ કરનારા વ્યક્તિને નાગરિકતા આપશે તો શું ત્યાં સમાનતાનું સંરક્ષણ થઈ શકે છે? લઘુમતીઓ માટે વિશેષ અધિકાર કેવી રીતે હશે? ત્યાં સમાનતાનો કાયદો ક્યાં ચાલ્યો જાય છે? શું લઘુમતીઓને પોતાના શૈક્ષણિક સંસ્થાન ચલાવવાનો અધિકાર સમાનતાના કાયદા વિરુદ્ધ છે? ભારતની સરહદે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આવેલા છે. ભારતની 106 કિમી જમીન સરહદ અફઘાનિસ્તાન સાથે મળે છે. તેથી તેને પણ સામેલ કરવું જરૂરી હતું.

  'બિલ તૈયાર કરતી વખતે પડોશી દેશોના બંધારણને પણ જોયા'

  અમિત શાહે કહ્યુ કે, આ બિલનો આધાર માત્ર ભૌગોલિક નથી. આપણે આ ત્રણેય દેશોના બંધારણને પણ જોવો પડશે. ઈસ્લામિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનના બંધારણ મુજબ ઈસ્લામ રાજ્યનો ધર્મ છે. પાકિસ્તાનનું બંધારણ કહે છે કે ઈસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાનનો ધર્મ ઈસ્લામ છે. બીજી તરફ, બાંગ્લાદેશનું બંધારણ પણ ઈસ્લામને રાજ્યનો ધર્મ ગણાવે છે. 1950માં નહેરુ-લિયાકત સમજૂતી થઈ. બંને દેશોએ પોતાન લઘુમતીઓના સંરક્ષણનો સંકલ્પ લીધો. ભારતમાં તેનું ગંભીરતાથી પાલન થયું પરંતુ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થયેલા જુલમને સમગ્ર દુનિયાએ જોયા છે.

  આ પણ વાંચો, કર્ણાટક પેટાચૂંટણીમાં BJPની ક્લિન સ્વીપ, PM મોદીએ કહ્યુ- જનતાએ કૉંગ્રેસને સજા આપી
  Published by:user_1
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन