Home /News /gujarat /

Amit Shah Interview: ગુજરાત રમખાણો પર અમિત શાહે 20 વર્ષ બાદ તોડ્યું મૌન, જણાવ્યું 2002માં શું થયું હતું

Amit Shah Interview: ગુજરાત રમખાણો પર અમિત શાહે 20 વર્ષ બાદ તોડ્યું મૌન, જણાવ્યું 2002માં શું થયું હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એએનઆઈ સાથેની ખાસ વાતચીતમાં 2002ના રમખાણ સહિત ઘણા મુદ્દા પર વાત કરી

Amit Shah Exclusive Interview: ગુજરાતના 2002ના રમખાણો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - એક પ્રકારથી આ આરોપ રાજનીતિથી પ્રેરિત હતા, સુપ્રીમ કોર્ટના નિર્ણયે આ પણ સિદ્ધ કરી દીધું છે

  નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah Exclusive Interview)એએનઆઈ સાથેની ખાસ વાતચીતમાં 2002ના રમખાણ સહિત ઘણા મુદ્દા પર વાત કરી હતી. અમિત શાહે (Amit Shah )કહ્યું કે -દેશના આટલા મોટા નેતા એક શબ્દ બોલ્યા વગર બધા દુખોને ભગવાન શંકરના વિષપાનની જેમ ગળામાં ઉતારીને, સહન કરીને 18-19 વર્ષની લાંબી લડાઇ લડતા રહ્યા અને આજે જ્યારે સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યું છે તો આનંદ જ થશે.

  અમિત શાહે કહ્યું કે - મેં મોદી જી ને નજીકથી આ દર્દને સહન કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી તો બધુ સત્ય હોવા છતા અમે કશું બોલીશું નહીં. ઘણા મજબૂત મનના વ્યક્તિ જ આવું સ્ટેન્ડ લે છે. સુપ્રીમ કોર્ટે બધા આરોપ ફગાવી દીધા અને આ આરોપ કેમ લગાવવામાં આવ્યા તે વિષયમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. એક પ્રકારથી આ આરોપ રાજનીતિથી પ્રેરિત છે, સુપ્રીમ કોર્ટના નિર્ણયે આ પણ સિદ્ધ કરી દીધું છે.

  ઇડીની રાહુલ ગાંધીની પૂછપરછ પર કોંગ્રેસના વિરોધમાં ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કરતા કહ્યું કે મોદી જી એસઆઈટી સામે હાજર થયા તો ડ્રામા કર્યો ન હતો. મારા સમર્થનમાં સામે આવો, ધારાસભ્યો-સાંસદોને બોલાવો અને ધરણા કરો.

  રાજનીતિથી પ્રેરિત પત્રકારો અને કેટલાક એનજીઓની તિકડીએ ખોટો પ્રચાર કર્યો - અમિત શાહ

  ગુજરાત રમખાણ દરમિયાન રાજ્ય પોલીસ અને અધિકારી વધારે ખાસ કરી શક્યા ન હતા તેના પર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપાના રાજનીતિક હરિફો, વૈચારિક રુપથી પ્રેરિત અને રાજનીતિથી પ્રેરિત પત્રકારો અને કેટલાક એનજીઓની તિકડીએ આરોપને પ્રચારિત કર્યા હતા. તેમની પાસે એક મજબૂત ઇકોસિસ્ટમ હતી, જેથી દરેક જુઠને સાચું માનવા લાગ્યા હતા.

  આ પણ વાંચો - 'મોદીજીએ ભગવાન શંકરની જેમ ખોટા આક્ષેપોનું વિષપાન કરીને બધું સહન કર્યું'

  જાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મેં નિર્ણય (24 જૂન) ઉતાવળમાં વાંચ્યો છે. જોકે તેમાં સ્પષ્ટ રુપથી તીસ્તા સીતલવાડના નામનો ઉલ્લેખ છે. તેની એક એનજીઓ હતી, જેણે બધા પોલીસ સ્ટેશનમાં ભાજપા કાર્યકર્તાઓ સાથે જોડાયેલા એવા આવેદન આપ્યા હતા. મીડિયાનું એટલું દબાણ હતું કે બધા આવેદનનો સાચા માની લેવામાં આવ્યા હતા.


  યૂપીએ સરકારે તીસ્તા સીતલવાડના એનજીઓની મદદ કરી - અમિત શાહ

  ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાફિયા જાફરીએ કોઇ બીજાના નિર્દેશ પર કામ કર્યું છે. એનજીઓએ ઘણા પીડિતોના સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા અને તેમને ખબર પણ ના પડી. બધા જાણે છે કે તીસ્તા સીતલવાડની એનજીઓ આવું કરી રહી હતી. જ્યારે યૂપીએ સરકાર તે સમયે સત્તામાં આવી તો તેણે 2022ના ગુજરાત રમખાણ મામલામાં તીસ્તા સીતલવાડના એનજીઓની મદદ કરી હતી.

  અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આજે પોતાના નિર્ણયમાં કહ્યું કે ટ્રેન (ગોધરા) સળગાવ્યા પછી થયેલા રમખાણો પૂર્વ નિયોજિત ન હતા પણ સ્વ પ્રેરિત હતા. તેમણે તહલકાના સ્ટિંગ ઓપરેશનને ફગાવી દીધું હતું. કારણ કે જ્યારે તેના પહેલા અને પછીના ફૂટેજ સામે આવ્યા તો ખબર પડી કે સ્ટિંગ ઓપરેશન રાજનીતિથી પ્રેરિત હતું.

  કોઇ પ્રોફેશનલ ઇનપુટ ન હતી કે આ પ્રકારની ઉગ્ર પ્રતિક્રિયા થશે - અમિત શાહ

  ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઇ પ્રોફેશનલ ઇનપુટ ન હતો કે આ પ્રકારની ઉગ્ર પ્રતિક્રિયા થશે. કોઇ પરેડ (ગોધરા ટ્રેનમાં સળગી ગયેલા પીડિયોના શવ સાથે) કરવામાં આવી ન હતી. આ ખોટી વાત છે. તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. બંધ એમ્બ્યુલન્સમાં પરિવારજનો સાથે લાશોને તેમના ઘરો સુધી લઇ જવામાં આવી હતી.

  ગોધરા ટ્રેન સળગવાથી લોકોમાં ગુસ્સો હતો - અમિત શાહ

  અમિત શાહે કહ્યું કે અધિકારીઓ અને પોલીસ પ્રશાસને રમખાણોને નિયંત્રિત કરવામાં સારું કામ કર્યું પણ ગોધરા ટ્રેન સળગાવવાથી લોકોમાં ગુસ્સો હતો. કોઇને જાણ પણ ના થઇ, ના પોલીસને, ના બીજા કોઇને. પછી આ કોઇના હાથમાં ન હતું.

  ગુજરાત રમખાણને રોકવા માટે બધા પ્રયત્નો કરાયા હતા - અમિત શાહ

  અમિત શાહે કહ્યું કે સ્થિતિને નિયંત્રિત કરવા માટે બધુ જ કરવામાં આવ્યું હતું. તેને નિયંત્રિત કરવામાં સમય લાગે છે. ગિલ સાહેબે (પૂર્વ પંજાબ ડીજીપી, દિવંગત કેપીએસ ગિલ) કહ્યું હતું કે તેમણે જીવનમાં ક્યારેય પણ આચલી તટસ્થ અને ત્વરિત કાર્યવાહી જોઇ નથી. તેમની સામે પણ આરોપ લગાવ્યા હતા. જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે તો અમે મોડું કર્યું ન હતું. જે દિવસે ગુજરાત બંધનું આહ્વાન કર્યું હતું તે જ દિવસે બપોરે અમે સેના બોલાવી લીધી હતી. સેનાને પહોંચવામાં થોડો સમય લાગે છે. એક દિવસ પણ મોડું થયું ન હતું

  મોદીજીએ ઉદાહરણ રજુ કર્યું છે કે કેવી રીતે સંવિધાનનું સન્માન કરી શકાય

  અમિત શાહે કહ્યું કે મોદીજીએ ઉદાહરણ રજુ કર્યું છે કે કેવી રીતે સંવિધાનનું સન્માન કરી શકાય છે. તેમની પૂછપરછ કરવામાં આવી પણ કોઇએ ધરણાં કર્યા ન હતા અને કાર્યકર્તા તેમની સાથે એકજુટતા બતાવવા રસ્તા પર ઉતર્યા ન હતા. જો આરોપ લગાવનારોમાં અંતરાત્મા છે તો તેમણે માફી માંગવી જોઈએ.

  2002 ગુજરાત રમખાણોનું મૂળ કારણ ગોધરા ટ્રેનને સળગાવવી છે - અમિત શાહ

  અમિત શાહે કહ્યું કે 2002ના ગુજરાત રમખાણોનું મૂળ કારણ ગોધરા ટ્રેનને સળગાવવી હતી. 16 દિવસના બાળક સહિત 59 લોકોને આગના હવાલે કરી દીધા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Amit shah, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन