ન્યૂઝ 18 ગુજરાતી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાના મતદાર છે અમિત શાહે સવારે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ કચેરી ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. અગાઉ વહેલી સવારે તેમણે રાણીપની નિશાન સ્કુલ ખાતે પહોંચી પીએમ મોદીના મતદાન મથકની મુલાકાત લીધી હતી અને મતદાન કેન્દ્રની સમીક્ષા કરી હતી. અમિત શાહે મતદાન બાદ કહ્યું હતું કે તમારો એક મત દેશને સમૃદ્ધ, સુરક્ષિત, સમર્થ અને વિકાશશીલ બનાવી શકે છે.
પરિવાર સાથે મતદાન કર્યા બાદ અમિત શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, “આજે 2019ની સામાન્ય ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન છે. સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે લોકો વોટ આપવા માટે નીકળ્યા છે. ગુજરાતમાં 26 સીટો પર ઉત્સાહજનક મતદાનના સમાચાર મળી રહ્યાં છે, હું દેશ અને રાજ્યના મતદાતાઓને અપીલ કરવા માંગું છું, ભારે સંખ્યામાં નીકળી મત નોંધાવો, તમારો એક મત દેશને સુરક્ષિત, સમર્થ, સમૃદ્ધ, વિકાશસીલ બનાવી શકે છે. યુવાનો અને ખાસ કરીને જે પહેલી વાર વોટ આપશે તેમણે ભવિષ્યના ભારત માટે વોટ આપવાનો છે. દેશની સુરક્ષા, પ્રગતિ અને અર્થતંત્રના વિકાસ માટે મતદાન આપો.”
અમિત શાહ ધર્મપત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સવારે તેઓ પૌત્રીને લઈને રાણીપ ગયા હતા જ્યાં પીએમ મોદીના મતદાન સમયે તેમની સાથે રહીને મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. પીએમ મોદીનો કાફલો રવાના થયા બાદ તેઓ નારણપુરા ખાતે રવાના થયા હતા.
Gujarat: BJP President Amit Shah and his wife Sonal Shah cast their votes at polling booth in Naranpura Sub-Zonal office in Ahmedabad pic.twitter.com/0lNdyv0XDp
ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપની પારંપારિક ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર કોંગ્રેસે પુર્ન ક્લાસ વન અધિકારી સી.જે. ચાવડાને ટિકિટ આપી છે. ગાંધીનગર લોકસભા બેઠક પર લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી નહીં લડતા ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ મેદાને ઉતાર્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર