અમિત ચાવડાએ કહ્યું - ગરીબ અને નેતા પુત્રો વચ્ચે ન્યાય આપવામાં ભેદભાવ કરે છે સરકાર


Updated: January 24, 2020, 5:22 PM IST
અમિત ચાવડાએ કહ્યું - ગરીબ અને નેતા પુત્રો વચ્ચે ન્યાય આપવામાં ભેદભાવ કરે છે સરકાર
અમિત ચાવડાએ કહ્યું - ગરીબ અને નેતા પુત્રો વચ્ચે ન્યાય આપવામાં ભેદભાવ કરે છે સરકાર

પોલીસે હાર્દિક પટેલની જુદા જુદા કેસમાં ધરપકડ શરુ કરી છે ત્યારે પોલીસની કાર્યવાહીને લઇને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા

  • Share this:
ગાંધીનગર : પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી તેમની બીજી ટર્મની રાહ જોઈ રહ્યા છે તેવા સમયે કોંગ્રેસે વાઘાણીના પુત્રની કરતૂતને લઈને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજય સરકાર સામે નિશાન સાધતા કહ્યું હતું કે ભાવનગરના ધારાસભ્ય નો પુત્ર મિત યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન 27 જેટલી કાપલીઓ સાથે સુપરવાઈઝર દ્વારા પકડવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સરકાર ગરીબ અને નેતા પુત્રો, કાર્યકર્તાઓની વચ્ચે ન્યાય આપવામાં ભેદભાવ રાખતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

અમિત ચાવડાએ કહ્યું હતું કે એક તરફ રાજય સરકારના ઈશારે પાટીદારોને અનામત મળે ,ગુજરાતની પ્રજા ના પ્રશ્નોને વાચા મળે તે માટે સામાન્ય પરિવાર માંથી આવતા હાર્દિક પટેલના બે અઢી વર્ષ જુના કેસો ખોલીને ફિટ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2017 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન જાહેરનામાનો ભંગ કરવા બદલે રાજ્ય સરકારના ઈશારે પોલીસે હાર્દિક પટેલની જુદા જુદા કેસમાં ધરપકડ શરુ કરી છે. ત્યારે પોલીસની કાર્યવાહીને લઇને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો - ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ ચાવડા બોલ્યા, 'BJPના 25-30 ધારાસભ્યો સરકારથી નારાજ છે'

તેમણે પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મિત વાઘાણીને ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીસીએની પરીક્ષા દરમ્યાન 27 કરતા વધુ કાપલીઓ સાથે રંગે ઝડપ્યો હોવા છતાં તેની સામે કોઈ જ કાર્યવાહી કરાઈ ન હોવા બાબતે સવાલો ઉઠાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જીતુ વાઘાણીનો પુત્ર મિત વાઘાણી 9 મહિના પહેલા ભાવનગરની એમ જે કોમર્સ કોલેજમાં યુનિવર્સિટીની પરીક્ષા આપતો હતો એ દરમ્યાન તે 27 કાપલીઓ સાથે પકડાતા સુપરવાઈઝર દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. આટલો બધો સમય વીત્યો હોવા છતાં ભાવનગર યુનિવર્સિટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ બાબતે કુલપતિ મહિપતસિંહ ચાવડાનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો જોકે તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. અમદાવાદમાં એલ ડી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કડક શિસ્ત પાલન આગ્રહી તરીકેની છાપ હતી જોકે ભાવનગરના ધારાસભ્યના પુત્રની સામે પગલાં લેવાની હિંમત તેમના માં રહી નથી. ત્યારે તેમની નિયત અને નીતિ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. આમ તો બીજેપી સરકાર પારદર્શક વહીવટોની વાતો કરે છે પણ પોતાનાની વાત આવે ત્યારે નીતિ અને નિયત બધું બદલાઈ જાય છે તે વાઘાણીના પુત્રના કોપી કેસ પરથી ગુજરાતના સામાન્ય નાગરિકને સમજાય તેવી વાત છે.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading