Home /News /gujarat /

અમિત ચાવડાએ કહ્યું - ભાજપ-આરએસએસ અનામત ખતમ કરવાના પ્રયત્નમાં

અમિત ચાવડાએ કહ્યું - ભાજપ-આરએસએસ અનામત ખતમ કરવાના પ્રયત્નમાં

અમિત ચાવડાએ કહ્યું - ભાજપ-આરએસએસ અનામત ખતમ કરવાના પ્રયત્નમાં

કોંગ્રેસ રસ્તાથી સંસદ સુધી અને ન્યાયાલય સુધી લડી લેવાના મુળમાં, 17મી તારીખે અમદાવાદમાં વિશાળ સંવિધાન બચાવો સંમેલન અને પદયાત્રા

ગાંધીનગર : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં ચાલી રહેલા અનામત આંદોલન પર જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની અનામત વિરોધી માનિસકતા બહાર આવી છે. ભાજપ અને આરએસએસનો વર્ષોથી એજન્ડા રહ્યો છે કે અનામત કઇ રીતે ખતમ કરવામાં આવે. ભાજપ અને આરએસએસ વિચારધારા પણ સમાજના ગરીબ અને પછાત વર્ગ ઓબીસી, એસસી ,એસટી વિરોધી અને મનુવાદી રહી છે. કોંગ્રેસ પક્ષ અનામતને લઇ બંધારણમાં મળેલી જોગવાઇને રદ થવા નહી દે. આગામી 17મી તારીખે અમદાવાદમાં કોંગ્રેસે રાજ્ય કક્ષાનું સંવિધાન બચાવોના નારા સાથે સંમેલન અને પદયાત્રાનું આયોજન કર્યુ છે. કોંગ્રેસ રસ્તાથી સંસદ સુધી અને ન્યાયાલય સુધી લડી લેવાના મુળમાં છે.

પત્રકાર પરિષદમાં બોલતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષે ક્યારે જાતિ, ધર્મ અને વર્ગના નામે રાજનીતિ કરી નથી. જ્યારે કોઇ પણ વર્ગને અન્યાય થયો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ હમેશા તમામ ધર્મ અને સમાજ સાથે ઉભો રહ્યો છે. એલઆરડી મુદ્દે કોંગ્રેસ પક્ષની નીતિ અને સ્ટેન્ડ ક્લિયર છે કે ઓબીસી, એસસી અને એસટી માટે બંધારણમાં જે જોગવાઇ કરાઇ છે તે પ્રકારની જ ભરતી પ્રક્રિયા થવી જોઇએ. ભાજપ સરકાર મન ફાવે તેવા અર્થઘટન કરીને બે કોમ અને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગ છે કે ભાજપ સરકાર આ પરિપત્રની સમીક્ષા કરે કારણ કે આ પરિપત્ર ગેરબંધારણીય છે. તેને રદ કરવો જોઇએ. પરંતુ બિન અનામત વર્ગમાં પણ અજંપા જેવી સ્થિતિ છે તેને પણ સરકારે સાંભળવી તેનું નિરાકણ કરવુ જોઇએ. સરકારમાં બેઠાલા લોકોની ફરજ છે. રાજયમાં દરેક વર્ગ સાથે મળીને રહી શકે. એલ આર ડી આંદોલનને 66 દિવસ થઇ ગયા છતા ભાજપની સંવેદનહિન સરકાર આ મુદ્દે ફકત રાજનીતિ કરવામાં રસ છે. ગુજરાતમાં વર્ગ વિગ્રહ ઉભો થાય તેવો પ્રયત્ન સરકારમાં કરી રહી છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે નીતિનભાઇ કોઇ નિવેદન વિજયભાઇને પૂછીને કરે છે કે પછી વિજયભાઇને ડિસ્ટર્બ કરવા કરે છે. ગઇ કાલે મને જાણવા મળ્યુ હતું કે વિજયભાઇ એમ કહ્યુ છે કે આ તમે જ કર્યુ છે. તો તમે જ આનો ઉકેલ લાવો પરંતુ કોઇની સલાહ સાંભળો કે ન સાંભળો. ભાજપના નેતાઓ પોતાના જ નેતાઓને ખોટા પાડી રહ્યા છે.

પરેશ ધાનાણી


ભાજપ મુળીવાદી અને મનુવાદી વૃતિ આગળ કરી સમાજમાં ભાગલા પાડી રહી છે - પરેશ ધાનાણી

બીજી તરફ અનામત અને બિન અનામત આંદોલન પર પહેલી વાર કોંગ્રેસના નેતા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી નિવેદન આપ્યુ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે અનામત અને બિન અનામત મુદ્દે કોંગ્રેસ પક્ષ પોતાનો મત સ્પષ્ટ કરવા માગે છે. કોંગ્રેસ પક્ષ દરેક સમાજના વર્ગ સાથે રહ્યો છે. ગરીબ, પછાત વર્ગ અને ઓબીસી , એસસી અને એસટી તેમજ બિન અનામત વર્ગમાં પછાત રહેલા વર્ગના લોકોને સમાન ધારામાં લાવવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યુ છે. પરંતુ ભાજપ મુળીવાદી અને મનુવાદી વૃતિ આગળ કરી સમાજમાં ભાગલા પાડી રહી છે અને ગરીબ તેમજ પછાત વર્ગના લોકોને પાછળ ધકેલવાનું કામ કરે છે.1-8-2018ના ઠરાવ પર ધાનાણીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ હતું કે આ ઠરાવ બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 9 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખી જણાવ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટ અને ન્યાયિક તજજ્ઞનો પાસેથી અભિપ્રાય લઇ મહિલાઓના 33 ટકા અનામત પર નિર્ણય લેવો જોઇએ. જેમાં બન્ને વર્ગના લોકો સાથે ન્યાય થાય તેવો આગ્રહ રાખ્યો છે. 2018ના ઠરાવના અનુક્રમ -13માં જે લખવામાં આવ્યું છે જે ભાજપની અનામત વિરોધી માનિસકતા બતાવે છે અને ભવિષ્યમાં તમામ વર્ગ માટે અનામત જોગવાઇની જ બાદબાકી થઇ જશે. ભાજપની મુળીવાદી અને મનુવાદી નીતિ બહાર આવી છે. ભાજપ રાજ્ય અને દેશમાંથી અનામત પ્રથા નાબુદ કરવાની કૌશિશ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Amit Chawda, RSS, અનામત, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन