Home /News /gujarat /

Exclusive: ભારત-ચીન વચ્ચે તણાવ વચ્ચે નવી ચાલ રમી રહ્યું છે પાકિસ્તાન, LoC પર વધારી સૈનિકોની સંખ્યા

Exclusive: ભારત-ચીન વચ્ચે તણાવ વચ્ચે નવી ચાલ રમી રહ્યું છે પાકિસ્તાન, LoC પર વધારી સૈનિકોની સંખ્યા

સૂત્રોના મતે પાકિસ્તાને પોતાની લાઇન ઓફ કંટ્રોલ (LoC)પર પોતાની સૈન્ય તાકાત વધારી દીધી છે

સૂત્રોના મતે પાકિસ્તાને પોતાની લાઇન ઓફ કંટ્રોલ (LoC)પર પોતાની સૈન્ય તાકાત વધારી દીધી છે

    પવન શર્મા, નવી દિલ્હી/જમ્મુ : પૂર્વ લદાખની (Ladakh) ગલવાન ઘાટીમાં ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે (India-China Tension)શું પાકિસ્તાન (Pakistan)હિન્દુસ્તાન સામે કોઈ નવી ચાલ કરી રહ્યું છે. સૂત્રોના મતે પાકિસ્તાને પોતાની લાઇન ઓફ કંટ્રોલ (LoC)પર પોતાની સૈન્ય તાકાત વધારી દીધી છે. રાવલપિંડી, લાહોર, ફૈઝલાબાદ, એબટાબાદ અને મુલ્તાનમાં તૈનાત ઘણી બટાલિયનને LoC પર લાવવામાં આવી છે. હાલના સમયે જ્યારે ભારતનો ચીન સાથે સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાનની LoC પર પોતાની સૈન્ય તાકાત વધારવી સારા સંકેત નથી.

    News18ને મળેલી જાણકારી પ્રમાણે પાકિસ્તાને 7 જૂન પછી રીફોર્સમેન્ટ તરીકે પોતાની 15 વધારાની બટાલિયન પૂંછ અને કુપવાડા સામે તૈનાત કરી દીધી છે. પાકિસ્તાનની 28 પીઆર (પાકિસ્તાન રાઇફલ રજીમેન્ટ)ને પાકના કબજાવાળા કાશ્મીર (PoK)ના કોટલીમાં થર્ડ બ્રિગેડમાં એટેચ કરવામાં આવી છે. આ સિવાય 9 આઝાદ કાશ્મીર રેજિમેન્ટને રાવલકોટમાં સેકેન્ડ બ્રિગેડ સાથે અટેચ કરવામાં આવી છે.

    આ પણ વાંચો - India-China Tension : 'ભ્રમ ફેલાવી રહ્યા છે રાહુલ ગાંધી,કોંગ્રેસના સમયમાં ચીન-PAKએ પચાવી પાડી હતી ભારતની જમીન'

    રિપોર્ટ પ્રમાણે 15 લાસંરને PoK ભિમ્બર સ્થિત 4 બિગ્રેડ સાથે પણ એક બ્રિગેડ અટેચ કરવામાં આવી છે. જ્યારે 40 ફીલ્ડ આર્ટીલરીને કોટલી સ્થિત થર્ડ બ્રિગેડ સાથે જોડવામાં આવી છે. આ જ રીતે 22 પીઆરને 6 બિગ્રેડ સાથે અટેચ કરવામાં આવી છે. 10 નોર્થ લાઇટ ઇફંટરીને પણ 6 બ્રિગેડ બાગ સાથે લાવવામાં આવી છે. 35 પીઆરને 1 બ્રિગેડ મુજ્જફરાબાદ સાથે અટેચ કરવામાં આવી છે.

    રિપોર્ટ પ્રમાણે રાવલપિડીંથી એસએસજીની 2 સ્પેશ્યલ કંપનીને પણ એલઓસી પર લાવવામાં આવી છે. જેમાં બધા સૈનિકોને સ્નાઇપિંગમાં મહારત મેળવેલ છે. એલઓસી પર પીઓકેમાં પાકિસ્તાન તરફથી લગભગ 60 ફોરવર્ડ લોકેશન પર આ બટાલિયનના સૈનિકોને મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે પાક સેનાએ પીઓકેની બધી સરકારી અને ખાનગી હોસ્પિટલોને પીઓકેના હેલ્થ મિનિસ્ટરનો આદેશ જાહેર કરાવીને સૈનિકો માટે લોહી અને બેડ રિઝર્વ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन