સુરતની અમી ઓર્ગેનિક્સના ગ્રે માર્કેટમાં પ્રીમિયમમાં શેરના અલોટમેન્ટ પહેલા મોટો ઉછાળો, જાણો લિસ્ટિંગ તારીખ

પ્રતીકાત્મક તસવીર

Ami Organics IPO & Vijaya Diagnostic IPO GMP: અમી ઓર્ગેનિક્સ (Ami Organics) તેમજ વિજયા ડાયગ્નોસ્ટિક (Vijaya Diagnostic)ના શેરની આઠમી સપ્ટેમ્બરના રોજ ફાળવણી થવાની સંભાવના.

  • Share this:
    મુંબઈ: અમી ઓર્ગેનિક્સ (Ami Organics અને વિજયા ડાયગ્નોસ્ટિક (Vijaya Diagnostic)ના આઈપીઓ ત્રીજી સપ્ટેમ્બર રોજ બંધ થયા હતા. હવે રોકાણકારોની નજર અલોટમેન્ટ (Allotment) તારીખ પર છે. બંને આઈપીઓના શેરની ફાળવણી આઠમી સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે. અમી ઓર્ગેનિક્સનો આઇપીઓ (Ami Organics IPO) 64.54 ગણો ભરાયો હતો. જ્યારે વિજયા ડાયગ્નોસ્ટિકનો આઈપીઓ (Vijaya Diagnostic IPO) 4.54 ગણો ભરાયો હતો. રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યા બાદ અમી ઓર્ગેનિક્સના શેરનું GMP (Grey market premium) ફરીથી વધવા લાગ્યું છે, જ્યારે વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ નિરાશાજનક રહ્યું છે.

    મિન્ટના જણાવ્યા પ્રમાણે અમી ઓર્ગેનિક્સનું જીએમપી (Ami Organics IPO GMP) આજે 166 રૂપિયા થયું છે. ગઇકાલની સરખામણીમાં તેમાં 41 રૂપિયાનો વધારો થયો છે. ગઈકાલે અમી ઓર્ગેનિક્સનું જીએમપી 125 રૂપિયા આસપાસ હતું. બીજી તરફ વિજયા ડાયગ્નોસ્ટિકનું જીએમપી (Vijaya Diagnostic IPO GMP) આજે 1થી 2 રૂપિયા રહ્યું છે. જે ગઈકાલના પાંચ રૂપિયા કરતા ઘણું ઓછું છું.

    માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે અમી ઓર્ગેનિક્સનું GMP આઈપીઓ લોંચ થયાના એક દિવસ પહેલા 50 રૂપિયામાંથી 125 થઈ ગયું હતું. જે બાદમાં તે 160 રૂપિયા સુધી ગયું હતું. જોકે, આઈપીઓ બંધ થયા બાદ ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને 110થી 125 રૂપિયા થઈ ગયું હતું. હવે જ્યારે અલોટમેન્ટ તારીખ નજીક છે ત્યારે જીએમપી ફરીથી 150 રૂપિયાથી વધી ગયું છે, જેમાં હજુ પણ વધારો શક્ય છે. બીજી તરફ વિજયા ડાયગ્નોસ્ટિકનો શેર ગ્રે માર્કેટમાં ટ્રેડ માટે હાજર થયો ત્યારથી તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ નિરાશાજનક રહ્યું છે. કારણ કે વિજયા ડાયગ્નોસ્ટિકનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 40 રૂપિયાથી ઘટીને 1-2 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

    તમામ વાતોને ધ્યાનમાં રાખવા માટે આવે તો અમી ઓર્ગેનિક્સના શેરનું બજારમાં 773 રૂપિયાની આસપાસ (610 ઇશ્યૂ ભાવ+163 રૂપિયા જીએમપી) લિસ્ટિંગ થઈ શકે છે. એટલે કે રોકાણકારોને તેમાં પ્રથમ દિવસે 25થી 26%નો ફાયદો મળી શકે છે. જ્યારે વિજયા ડાયગ્નોસ્ટિકનો શેર 532થી 533 રૂપિયા આસપાસ શેર લિસ્ટ થઈ શકે છે. એટલે કે તેમાં રોકાણકારોને સારા વળતરની આશા નહિવત છે.

    લિસ્ટિંગ તારીખ:

    અમી ઓર્ગેનિક્સ અને વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું અલોટમેન્ટ (Amit Organics and Vijaya Diagnostics allotment date) આઠમી સપ્ટેમ્બરના રોજ થવાની પૂરી સંભાવના છે. જેના બીજા દિવસે એટલે કે 9મી સપ્ટેમ્બરથી જેમને શેર નથી લાગ્યા તેમને રિફંડ મળવની શરૂઆત થઈ શકે છે. જેમને શેર લાગ્યા છે તેમના ડીમેટ ખાતામાં 13મી તારીખ સુધી શેર્સ જમા થઈ શકે છે. જે બાદમાં બીજા દિવસે એટલે કે 14મી સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ થઈ શકે છે. ઉપરની તમામ તારીખોમાં ફેરફાર થઈ શકે છે.

    અમી ઓર્ગેનિક્સ આઈપીઓ (Ami Organics IPO)

    સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી સુરતની Ami Organics કંપનીનો IPO 1 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. સુરત (Surat)ની એમી ઓર્ગેનિક્સ કંપની આઈપીઓ મારફતે 570 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાં 200 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે. જ્યારે 370 કરોડ રૂપિયાના 6,059,600 ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટમાં 100 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાં કંપનીએ 6.3 રૂપિયા પ્રતિ શેર લેખે 1,658,374 શેર જાહેર કરીને 100 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે. અમી ઓર્ગેનિકના શૅરની પ્રાઇસ બેન્ડ 603-610 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

    આ પણ વાંચો: Nazara Technologies: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરમાં બન્યા રહેવું કે બહાર નીકળી જવું?

    વિજયા ડાયગ્નોસ્ટિકનો આઈપીઓ (Vijaya Diagnostics IPO)

    હેલ્થકેર ચેન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (Vijaya Diagnostic Centre)નો IPO 1-3 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો. વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરના આઇપીઓનો પ્રાઇઝ બેન્ડ 522-531 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓ સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ (OFS) છે, જેમાં પ્રમોટર અને ઇન્વેસ્ટર્સ 35,688,064 ઇક્વિટી શૅર્સ વેચશે. ઇશ્યૂ ખુલતા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 566.12 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. કંપનીએ 31 ઓગસ્ટના રોજ 41 ઇન્વસ્ટર્સને 1,06,61,418 શેર ફાળવીને 566.12કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીએ 531 રૂપિયા પ્રતિ શેર લેખે ઇક્વિટી શેર આપ્યા છે. Vijaya Diagnostics ખૂબ ઝડપથી આગળ વધી રહેલી ડાયગ્નોસ્ટિક ચેન છે. દક્ષિણ ભારતમાં કંપનીનો ખૂબ દબદબો છે. કંપની દેશના આગળ વધી રહેલા ડાયગ્નોસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીના ગ્રોથનો સારો એવો ફાયદો ઉઠાવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: