અમેરિકન ટેનિસ પ્લેયરે લગ્નમાં બોલિવૂડ સોન્ગ પર કર્યો ડાન્સ, બધા જ જોતા રહી ગયા

સાનિયા મિર્ઝા પણ અમેરિકન ટેનિસ ખેલાડીને આ રીતે બોલિવૂડ સોન્ગ પર ઠુમકા લગાવતા જોઇને ચોકી ગઇ હતી. 

સાનિયા મિર્ઝા પણ અમેરિકન ટેનિસ ખેલાડીને આ રીતે બોલિવૂડ સોન્ગ પર ઠુમકા લગાવતા જોઇને ચોકી ગઇ હતી. 

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: વિમ્બલ્ડન 2019માં ક્વોટર ફાઇનલ સુધીની સફર કરનારી પ્રખ્યાત અમેરિકન ટેનિસ પ્લેયર એલિસન રિસ્કે ટૂર્નામેન્ટ પૂર્ણ થતા જ લગ્ન કરી લીધા. તેણે પ્રખ્યાત ટેનિસ ખેલાડી ડેવિસ કપમાં ટીમનાં કેપ્ટન રહી ચુકેલા આનંદ અમૃતરાજનાં દીકરા સ્ટીફન અમૃતરાજ સાથે લગ્ન કર્યા હતાં. બંને લાંબા સમય સુધી એક બીજાની સાથે સમય વિતાવતાં હતા. હવે તેમને તેમનાં રિલેશનને ઓફિશિયલ કરતાં લગ્ન કરી લીધા છે. લગ્ન સમયે એલિસન રિસ્કે બોલિવૂડનાં સોન્ગ પર ડાન્સ કર્યો હતો.

  ઇન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ અમેરિકન ટેનિસ ખેલાડીને આ રીતે બોલિવૂડ સોન્ગ ર ઠુમકા લગાવતા જોઇને ચોકી ગઇ હતી. સાનિયાએ નવ દંપત્તિને લગ્નની શુભેચ્છા આપતા કહ્યું કે, આ ઠુમકા કમાલનાં છે.  આ પહેલાં પોતાનાં લગ્નમાં બોલિવૂડ સોન્ગ પર ડાન્સનો વીડિયો ટ્વટિર પર શેર કરતાં એલિસને લખ્યું કે, હવે હું ઓફિશિયલી અમૃતરાજ થઇ ગઇ છું. હું ખુબજ ભાગ્યશાળી છુ કે મને સ્ટીફન અમૃતરાજ જેવો વ્યક્તિ મળ્યો. મારા તમામ નવાં ભારતીય ફોલોઅર્સ ક્યાં છે. હું જરાં બોલિવૂડી થવાનો પ્રયાસ કરી રહી છું અને તમારું દિલ જીતવાની પણ.

  આ પણ વાંચો-મોબ લિંચિંગનાં પીડિત પરિવારોને મળ્યાં બાદ નસીરુદ્દીન શાહે આપ્યું મોટું નિવેદન

  અસલમાં એલિસને 'બાર બાર દેખો' ફિલ્મનાં સોન્ગ 'નચલે ને સારે બન ઠન કે..' પર ડાન્સ કર્યો હતો. તેની સાથે તેની એક સાથીદાર પણ હતી. અંતે આખો પરિવાર તેની સાથે ડાન્સમાં જોડાય છે. અને તમામ એક સાથે ડાન્સ કરતાં ખુબજ સુંદર લાગે છે.

  આ પણ વાંચો- ફક્ત પ્રિયંકા જ નહીં આ 6 હિરોઇન પણ પીવે છે સિગરેટ, Viral થઇ હતી તસવીરો

  29 વર્ષની અમેરિકન ટેનિસ પ્લેયર એલિસન રિસ્ક હલામાં વર્લ્ડ ટેનિસમાં 37મી રેન્ક પર છે. તે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયન ઓપન, યૂએસ ઓફન અને ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટનો ભાગ બની ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published: