લૂંટના ઇરાદે અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

લૂંટના ઇરાદે અમેરિકાના ન્યૂજર્સીમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવાતાં ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. લૂંટના ઇરાદે આવેલા બે શખ્સોએ પિસ્તોલમાંથી અંધાધૂંધ ગોળીઓ છોડી હત્યા કરી હતી.

લૂંટના ઇરાદે અમેરિકાના ન્યૂજર્સીમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવાતાં ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. લૂંટના ઇરાદે આવેલા બે શખ્સોએ પિસ્તોલમાંથી અંધાધૂંધ ગોળીઓ છોડી હત્યા કરી હતી.

  • News18
  • Last Updated :
  • Share this:
આણંદ # લૂંટના ઇરાદે અમેરિકાના ન્યૂજર્સીમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવાતાં ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. લૂંટના ઇરાદે આવેલા બે શખ્સોએ પિસ્તોલમાંથી અંધાધૂંધ ગોળીઓ છોડી હત્યા કરી હતી.

આણંદ જિલ્લાના સારસાના વતની અશ્વિનભાઇ પટેલ અમેરિકામાં સ્થાયી થયા હતા. ગત મંગળવારે તેઓ સ્ટોર પર હતા ત્યારે સાંજે છ વાગ્યાના અરસામાં અશ્વેત બે યુવાનો અંદર ધસી આવ્યા હતા અને લૂંટના ઇરાદે પૈસાની માંગણી કરી હતી. જોકે અશ્વિનભાઇએ આનાકાની કરતાં પિસ્તોલમાંથઈ અંધાધૂંધ ગોળીઓ છોડી હત્યા કરી હતી.

હત્યાને પગલે પાટીદાર પરિવાર તથા ગુજરાતીઓમાં ભારે ગમગીની છવાઇ જવા પામી છે. આગામી 7મી નવેમ્બરે અમેરિકામાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
First published: