કોરોનાઃ અમેરિકામાં માસ્કની ઘટ, ટ્રમ્પે કહ્યું, સ્કાર્ફ બાંધીને કામ ચલાવો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો તમે કોરોના વાયરસના સંક્રમણને લઈ ચિંતિત છો તો હાલ સ્કાર્ફ બાંધીને કામ ચલાવો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો તમે કોરોના વાયરસના સંક્રમણને લઈ ચિંતિત છો તો હાલ સ્કાર્ફ બાંધીને કામ ચલાવો

 • Share this:
  વોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ બાદ અમેરિકા (America)માં માસ્ક (Mask)ની ઘટ ઊભી થઈ હોવાના અહેવાલ આવી રહ્યા છે. તેના ઉપાય તરીકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું છે કે લોકો સ્કાર્ફ બાંધીને કામ ચલાવે. મંગળવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો તમે કોરોના વાયરસના સંક્રમણને લઈ ચિંતિત છો તો હાલ સ્કાર્ફ બાંધીને કામ ચલાવો.


  ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી માસ્કની વાત છે તમે માસ્ક ખરીદી શકો છો. પરંતુ તમને જાણ હોવી જોઈએ કે મોટાભાગના લોકો પાસે સ્કાર્ફ છે. સ્કાર્ફ ઘણાં સારા હોય છે. તેનો ઉપયોગ સંક્રમણથી બચવા માટે કરવામાં આવી શકે છે. અમે થોડા સમય માટે જ આવું કરવાની સલાહ આપી રહ્યા છીએ.


  અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ કહ્યું, સ્વસ્થ લોકોને માસ્કની જરૂર નથીઃ અમેરિકામાં માસ્કની ખૂબ ઘટ છે. થોડાક દિવસોથી તેની અછતને લઈ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ બીમાર નથી, તેને માસ્ક પહેરવાની જરૂર નથી.
  હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી આવું એટલા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે તેમને ડર હતો કે જો વધુ લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું તો ડૉક્ટરોની પાસે માસ્ક ઓછા પડી જશે


  જોકે, વ્હાઇટ હાઉસમાં કોરોના વાયરસને લઈને કામ કરી રહેલી ડેબોરાહ બ્રિક્સે કહ્યું કે સ્કાર્ફને લઈને હજુ કોઈ નિર્ણય નથી લેવાયો. બ્રિક્સ પોતે રંગ બેરંગી સ્કાર્ફ બાંધે છે.


  નોંધનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ અનેક જરૂરી મેડિકલ ઉપકરણોની ઘટ સર્જાઈ છે. તેમાં માસ્કની અછત પણ સામેલ છે. WHO તરફથી કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી.


  જોકે WHOની આ ગાઇડલાઇનની ટીકા પણ થઈ છે. અનેક એક્સપર્ટ્સનું માનવું છે કે સંક્રમણને રોકવા માટે લોકોએ માસ્ક પહેરવો જરૂરી છે.
  Published by:user_1
  First published: