Home /News /gujarat /કોર્પોરેશનની ટીમે અમદાવાદમાં 14,000 પોસ્ટર બેનર હટાવ્યા, હજી પણ કામ ચાલુ

કોર્પોરેશનની ટીમે અમદાવાદમાં 14,000 પોસ્ટર બેનર હટાવ્યા, હજી પણ કામ ચાલુ

AMCની ટીમ આકરા પાણીએ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાંથી પોસ્ટર અને બેનર સહિતની સામગ્રી દૂર કરવા કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 14,345 અને બેનર હટાવી લેવામાં આવ્યા છે.

અમદાવાદ: ચૂંટણી જાહેર થતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોસ્ટર અને બેનર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ સાથે જ, દિવાલો પર લગાવવામાં આવેલા રાજકીય લખાણો પણ હટાવવામાં આવતા હોય છે. જણાવી દઈએ કે, કોર્પોરેશનની ટીમ દ્વારા આ વર્ષે 14000 કરતા પણ વધુ લખાણો અને બેનરો દૂર કરવામાં આવ્યા હતા. AMCએ કહ્યું હતેુ કે, આગામી સમયમાં જો લખાણ અને બેનર હજુ પણ લગાવાયેલા દેખાશે તો તેને દૂર કરવામાં આવશે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ત્રિપાંખિયોજંગ છે, આ આચારસંહિતા લાગુ થતા ખૂણે ખાચરે દરેક જગ્યા પર ભાજપ કોંગ્રેસ અને આપના પોસ્ટર દૂર કરવામાં આવી રહ્યા છે.

સરકારી મિલકતો પર પોસ્ટર  દૂર કરાયા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સરકારી મિલકતો પરની દિવાલો પરના લખાણો પણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદની RTO કચેરી જિલ્લા પંચાયત સહિત તમામ ઝોન તથા સરકારી મામલતદારની કચેરી સહિત તમામ જગ્યાઓ પરથી બેનર દૂર કરવામાં આવ્યા છે. જેમાં 10,633 જેટલા દીવાલો પરના લખાણો દૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત, 892 પોસ્ટ દૂર કરવામાં આવ્યા છે. 1282 જેટલા બેનરો સરકારી ઇમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 988 જેટલી અન્ય સામગ્રીઓ દૂર કરવામાં આવી છે. આમ સરકારી મિલકતો ઉપરથી 13,795 સામગ્રી દૂર કરવામાં આવે છે. ખાનગી મિલકતો ઉપરથી પણ કોર્પોરેશન દ્વારા 555 જેટલા પોસ્ટર્સ અને બેનર દૂર કરવામાં આવ્યા છે. હજુ પણ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સતત 48 જૂનમાં કાર્યરત છે. ચૂંટણીની તારીખ જાહેર થતા જ સાત ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો, નેતાઓ ઉપરાંત શહેર સંગઠન સાથે સંકળાયેલા હોદ્દેદારો દ્વારા લગાવવામા આવેલા બોર્ડ અને બેનર્સ હટાવવાની કામગીરી શરુ કરી દીધી હતી.

વર્ષ 2017માં 59125 પોસ્ટર દૂર કરવામાં આવ્યા હતા 

અમદાવાદ શહેર જિલ્લામાંથી સૌથી વધુ 59125 પોસ્ટર્સ,બેનર્સ અને દિવાલ પરના લખાણો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દુર કરવામા આવ્યા હતા. ચૂંટણી પ્રક્રીયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે જે કવાયત હાથ ધરવામા આવી હતી તે મુજબ, રાજ્યમાં હાલમા કુલ 56406 પરવાનેદાર હથિયાર ધારકો હતા. જે પૈકી રિવ્યુ કમિટીના રિવ્યુ બાદ કુલ 24268 પરવાના હથિયારો જમા કરાવવામા આવ્યા હતા, જયારે 227 પરવાના રદ કરવામા આવ્યા હતા.
Published by:Samrat Bauddh
First published:

Tags: Ahmedabad Muncipal corporation, Gujarat Elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन