અમદાવાદ : તંત્રની ઉદાસીનતા, જશોદાનગરનો ભુવો 15 દિવસ પછી પણ નથી પૂરાયો!

News18 Gujarati
Updated: November 15, 2019, 10:58 AM IST
અમદાવાદ : તંત્રની ઉદાસીનતા, જશોદાનગરનો ભુવો 15 દિવસ પછી પણ નથી પૂરાયો!
જશોદાનગર ખાતે પડેલો ભૂવો

સ્થાનિકોએ બળાપો કાઢતા કહ્યું કે, 'સરકારી કાર્યક્રમો માટે તંત્ર રાતોરાત કરોડો રૂપિયા ખર્ચે છે, પણ ટેક્સ ભરનારા લોકોને સેવા કે સુવિધા નથી મળી રહી.'

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : નેતાઓના કાર્યક્રમો માટે રાતોરાત કરોડો રૂપિયા ખર્ચી નાખનારા AMC (Ahmedabad Municipal Corporation)ના અધિકારીઓ સામાન્ય લોકોની સમસ્યા અંગે સાવ ઉદાસીન હોય તેવો બનાવ સામે આવ્યો છે. બેસતા વર્ષના દિવસે જશોદાનગર ચોકડી પર પડેલો ભૂવો 15 દિવસ વીતી જવા છતાં પૂરાયો નથી. જેના કારણે અહીંના લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. લોકોને પારવાર મુશ્કેલી પડી રહી હોવા છતાં આ અંગે કેમ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે તે એક પ્રશ્ન છે.

જશોદાનગર ચોકડી પર બેસતા વર્ષના દિવસે મોટો ભૂવો પડ્યો હતો. પ્રથમ નજરે જોતા એવું લાગે કે અહીં વિકાસના કામો માટે ખોદકામ થયું છે. હકીકતમાં અહીં નવા વર્ષના દિવસે મસમોટો ભૂવો પડ્યો છે. આ ખાડો હાલ જેમને તેમ છે. આજે આ વાતને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અહીંના લોકો ભૂવાને કારણે ઘરની બહાર નીકળતા ડરે છે.

એક સ્થાનિક અમિતભાઈએ જણાવ્યું કે, "બાળકો સ્કૂલે જવા રસ્તો ક્રોસ કરે ત્યારે તેઓ ખાડામાં પડી જાય તેની ચિંતા અમને સતાવી રહી છે. અમે અનેકવાર રજુઆત કરી પણ તંત્ર અમારી વાત કાને નથી લેતું. ખાડામાંથી માત્ર માટી કાઢવાનું કામ થયું છે, પરંતુ પૂરાણનું કામ બાકી છે."અન્ય એક સ્થાનિક જયેશભાઇનું કહેવું છે કે, "સરકારી કાર્યક્રમો માટે તંત્ર રાતોરાત કરોડો રૂપિયા ખર્ચે છે, પણ ટેક્સ ભરનારા લોકોને સેવા કે સુવિધા નથી મળી રહી. મેયરના ઘર પાસે જો આવો સામાન્ય ખાડો પડે તો રાતોરાત કામ થઈ જાય અને પ્રજા માટે કોઈ કામગીરી થતી નથી. અનેકવાર રજુઆત કરી હોવા છતાં સત્તાના મદમાં રહેલા જવાબદાર લોકો સાંભળતા નથી."

આ પણ વાંચો : અમદાવાદની ફાઇવ સ્ટાર હૉટલે મ્યૂઝિક કમ્પોઝર શેખરને 3 બૉઇલ્ડ એગનું રૂ.1672નું બિલ પકડાવ્યું!15 દિવસ છતાં નેતાઓ અને તક મળે ત્યારે પોતાના ખીસ્સા ભરનારા જવાબદાર અધિકારીઓ આ મામલે કેમ કોઈ પગલાં નથી લેતા તે સવાલ છે. આ ભૂવાને કારણે હાલ અહીંના લોકો અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. વિપક્ષે આ મામલે લોકોની રજુઆતો સાંભળી 15 દિવસ બાદ આ મામલે રજુઆત કરવાની બાંહેધરી આપી છે. વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે ત્યારે આ સમસ્યાનું કેટલા સમયમાં નિવારણ આવશે તે જોવાનું રહ્યું.
First published: November 15, 2019, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading