અમદાવાદ : AMC કમિશનર વિજય નેહરા 14 દિવસ માટે હોમ ક્વૉરન્ટાઇન થયા, કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા

અમદાવાદ મહાનગરને કોરોના સામે લડવા માટે કપ્તાની કરી રહેલી વિજય નહેરાને 'સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ' ગાઇડલાઇન મુજબ ઘરે રહેશે.

અમદાવાદ મહાનગરને કોરોના સામે લડવા માટે કપ્તાની કરી રહેલી વિજય નહેરાને 'સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ' ગાઇડલાઇન મુજબ ઘરે રહેશે.

 • Share this:
  અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સામેની જંગમાં શહેર વતી કપ્તાની કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સેલ્ફ ક્વૉરન્ટાઇન થયા છે. કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી નહેરાએ આકરે આ પગલું ભર્યુ છે. નેહરાએ ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમની જગ્યાએ IAS મુકેશ કુમારને અમદાવાદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

  રાજ્યસરકારે અધિકારીઓને નવી જવાબદારી આપી :  વિજય નહેરાની મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.  જ્યારે કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિકમુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.

  આ પણ વાંચો : 

  નેહરાએ ટ્વીટર પર લખ્યું કે 'હું કોરોના સંક્રમિત બે વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું. મારે નિયમો મુજબ 14 દિવસ ઘરમાં ક્વૉરન્ટાઇન રહેવું પડશે. આ ઘટના ફિલ્ડ વિઝિટ દરમિયાન બની છે. હું કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં વહેલી તકે જોડોવા માંગું છું.

  આ પણ વાંચો :

  'મને શંકા છે કે મને કોરોના છે, એવું કહેનારાઓના ટેસ્ટ નહીં થાય'

  શહેરમાં કોરોનાના કેસો અને સારવાર અંગેની અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, વહેમ કે આશંકા માટે ટેસ્ટિંગ કરવાની જોગવાઈ નથી. ફક્ત જે લોકો સંપર્કમાં આવ્યા છે અને તેનામાં લક્ષણ જોવા મળે તો જ ટેસ્ટિંગ કરવામાં આવશે. સંપર્કમાં આવેલા વ્યક્તિએ 7 દિવસ હોમ ક્વોરન્ટીન થવાનું છે. ત્યાર બાદ તેનામાં જો કોઈ લક્ષણો જોવા મળે તો ટેસ્ટિંગ કરવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published: