AMC કોરોના સામે લડવાં માટે સજ્જ (પ્રતિકાત્મક તસવીર)
Corona Case: અત્યાર સુધી 9 વિસ્તાર માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમા છે . જેમા આંબલી અને ઇસનપુર વિસ્તારનો વધારો થયો છે . ઇસનપુરના જંયત પાર્ક વિસ્તારમાં આવેલા સદભાવ ફલેટમા ઘર નંબર 1 થી 9 અને આંબલી રાજપથ રંગોલી રોડ વિસ્તારમાં આવેલા અભિશ્રી બંગલોઝના પાર્ટ -2ના બંગલો નંબર 9 થી 11 અને 20 થી 22 માઇક્રો કન્ટેઇમન્ટ જાહેર કરાયા છે .
અમદાવાદ શહેરમાં કોરોના અને ઓમિક્રોન કેસ વધતા આરોગ્ય વિભાગ હરક્તમા આવ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકના નવ નિયુક્ત કમિશનર લોચન સહેરાની અધ્યક્ષતામા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. બેઠકમાં હાલમાં કોવીડ -19 નાં વધી રહેલ કેસ અને કોવિડ -19 વેકસીનેશનની થઈ રહેલ કામગીરીની સમીક્ષા કરાઇ હતી. કોવિડ ગાઇડ લાઇન કડકાઇથી અમલ થાય તે માટે અધિકીરીઓ સુચનો અને આદેશ અપાયા હતા. વિભાગ મુજબ તબક્કાવાર કામગીરી સોંપી દેવામાં આવી છે . જે અંતર્ગત આ મુજબ કામ કરવાનું રહેશે.
જે વિસ્તારમાં કોવિડના કેસો વધુ નોંધાય તે વિસ્તારને માઇક્રોકન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવા અને ગાઈડલાઇન અનુસાર કામગીરી કરવાની રહેશે .
કોવિડ -19 ટેસ્ટિંગ કીઓસ્કની સંખ્યા વધારવા અમે મહત્તમ સંખ્યામાં ટેસ્ટ થાય તે પ્રકારની કાર્યવાહી કરવા જણાવેલ અને BRTS સ્ટેન્ડ , AMTS સ્ટેન્ડ, કાંકરીયા લેક ફ્રન્ટ , કાંકરિયા પ્રાણી સંગ્રહાલય , રેલ્વે સ્ટેશન , બસ સ્ટેશન ખાતે મહત્તમ સ્ક્રીનીંગ તથા ટેસ્ટીંગ થાય તે પ્રકારની કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ.
કોવિડ -19 પોઝીટીવ કેસના વધુમાં વધુ કોન્ટેક્ટસનું ટ્રેસીંગ થાય તે મજુબ સૂચના આપેલ
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટનસીંગ તથા માસ્ક બાબતે જન જાગૃતિ આવે તે અંગે જરૂરી કામગીરી કરવા અને નિયમોનું ઉલ્લંધન કરતા નાગરિકો પાસેથી મહત્તમ વહીવટી ચાર્જિસ વસુલ કરવા જણાવેલ .
ટેક્ષ વિભાગ દ્વારા કોમર્શીયલ એકમો ખાતે વધુમાં વધુ ચેકિંગની કામગીરી હાથ ધરી કોવીડ 19 પ્રોટોકલનું પાલન ન કરતા એકમો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે .
કોવિડ વેકસીનના ડ્યુ ડોઝના બાકી રહેલ તમામ લાભાર્થીઓનું વહેલામાં વહેલી તકે વેકસીનેશન થાય તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચના આપેલ છે .
જે વિસ્તારમાં કોવિડ -19 ના કેસો જણાય તેવા વિસ્તારમાં ધનવંત્રી રથ મારફતે આરોગ્યની લક્ષી પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડવાની રહેશે .
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના કેસ વધતા માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમાં પણ વધારો થયો છે .
અત્યાર સુધી 9 વિસ્તાર માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમાં-. જેમા આંબલી અને ઇસનપુર વિસ્તારનો વધારો થયો છે . ઇસનપુરના જંયત પાર્ક વિસ્તારમાં આવેલા સદભાવ ફલેટમા ઘર નંબર 1 થી 9 અને આંબલી રાજપથ રંગોલી રોડ વિસ્તારમાં આવેલા અભિશ્રી બંગલોઝના પાર્ટ -2ના બંગલો નંબર 9 થી 11 અને 20 થી 22 માઇક્રો કન્ટેઇમન્ટ જાહેર કરાયા છે .
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર