Home /News /gujarat /

અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધી પૂર્ણ

અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધી પૂર્ણ

બનાસકાંઠા# યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમનાં મેળા બાદ આજે અંબાજી મંદિરની 2.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલન વિધી પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલન વિધી ખાસ કરીને અમદાવાદના એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 145 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બનાસકાંઠા# યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમનાં મેળા બાદ આજે અંબાજી મંદિરની 2.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલન વિધી પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલન વિધી ખાસ કરીને અમદાવાદના એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 145 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલા છે.

Ambaji Temple

આ વિધીમાં અંબાજી મંદિર પરિસરને પાણીથી ધોવામાં આવે છે. અને માતાજીનાં શણગારમાં સોંના ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્ર જળથી ધોવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાના બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તું માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીના હારના નામે માતાજીને પહેરાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખ્ખો પદયાત્રીઓ આવતા હોય છે. આ યાત્રીકોની રસ્તામાં કોઇ પવિત્રતા ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી, અંબાજી મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે. આજે યોજાયેલી આ પ્રક્ષાલન વિધીમાં જિલ્લા કલેક્ટર દિલિપ રાણા અને જિલ્લા પોલીસવડા ચિરાગ કોરડીયા સહીત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
First published:

Tags: અંબાજી મંદિર, અમદાવાદ, પૂર્ણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन