Home /News /gujarat /

અંબાજી મેળો : વિશાળ લાડુ, અગરબત્તી બનાવવા સામે વિરોધ

અંબાજી મેળો : વિશાળ લાડુ, અગરબત્તી બનાવવા સામે વિરોધ

અંબાજીના પરંપરાગત ભાદરવી પૂનમના મેળા નિમિત્તે વિશાળ લાડુ, અગરબત્તી અને ધજા બનાવી ગિનિઝ બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે તો બીજી તરફ આ રેકોર્ડ્સને લઇને વિવાદનો સૂર ઉઠવા પામ્યો છે.

  • News18
  • Last Updated :
અંબાજી # અંબાજીના પરંપરાગત ભાદરવી પૂનમના મેળા નિમિત્તે વિશાળ લાડુ, અગરબત્તી અને ધજા બનાવી ગિનિઝ બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે તો બીજી તરફ આ રેકોર્ડ્સને લઇને વિવાદનો સૂર ઉઠવા પામ્યો છે.

22મી સપ્ટેમ્બરથી શરૂ થતા ભાદરવી પૂનમના પરંપરાગત મેળા નિમિત્તે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વખતે વિશેષ આયોજન કરાયું છે. જેમાં પદયાત્રીઓ, મુસાફરોની સુવિધાઓના આયોજન ઉપરાંત વર્લ્ડ રેકોર્ડ્સ બનાવવાનું પણ આયોજન કરાયું છે.

ટ્રસ્ટ દ્વારા 11111 કિલોનો વિશાળ લાડુ, 61 ફુટ લાંબી અગરબત્તી અને 1500 ફૂટ લાંબી ધજા બનાવી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવવાનું આયોજન કરાયું છે. પરંતુ પરશુરામ સમિતિ દ્વારા આ બાબતે વિરોધનો સૂર વ્યક્ત કરાયો છે.

પરશુરામ સમિતિ દ્વારા રોષ વ્યક્ત કરાયો છે કે, વિશાળ લાડુ, ધજા અને અગરબત્તીએ શાસ્ત્રોક્તરીતે ઉચિત નથી. જો ટ્રસ્ટને રેકોર્ડ્સ બનાવવો હોય તો દર્શનાર્થીઓ અને પદયાત્રીઓને સારી સુવિધા આપી રેકોર્ડસ બનાવવો જોઇએ. ઉપરાંત ગત વર્ષે કેક કાપવામાં આવી હતી જેને પણ સમિતિએ અયોગ્ય ગણાવી હતી.
First published:

Tags: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિર, વિરોધ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन