Home /News /gujarat /અંબાજી મેળો : કાયમી એસટી બસ સ્ટેન્ડ સાત દિવસ બંધ કરાશે, 1200 બસો દોડાવાશે

અંબાજી મેળો : કાયમી એસટી બસ સ્ટેન્ડ સાત દિવસ બંધ કરાશે, 1200 બસો દોડાવાશે

અંબાજીના પરંપરાગત ભાદરવી પૂનમના આડે ગણતીના દિવસો બાકી હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. પદયાત્રીઓ અને મુસાફરોને અનુકૂળતા રહે એ માટે મંદિરની બાજુમાં આવેલું કાયમી એસટી બસ સ્ટેન્ડ મેળાના સાત દિવસ દરમિયાન બંધ રાખવામાં આવશે અને હંગામી બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવશે. જ્યાંથી બસોનું સંચાલન કરાશે.

અંબાજીના પરંપરાગત ભાદરવી પૂનમના આડે ગણતીના દિવસો બાકી હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. પદયાત્રીઓ અને મુસાફરોને અનુકૂળતા રહે એ માટે મંદિરની બાજુમાં આવેલું કાયમી એસટી બસ સ્ટેન્ડ મેળાના સાત દિવસ દરમિયાન બંધ રાખવામાં આવશે અને હંગામી બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવશે. જ્યાંથી બસોનું સંચાલન કરાશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અંબાજી # અંબાજીના પરંપરાગત ભાદરવી પૂનમના આડે ગણતીના દિવસો બાકી હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. પદયાત્રીઓ અને મુસાફરોને અનુકૂળતા રહે એ માટે મંદિરની બાજુમાં આવેલું કાયમી એસટી બસ સ્ટેન્ડ મેળાના સાત દિવસ દરમિયાન બંધ રાખવામાં આવશે અને હંગામી બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવશે. જ્યાંથી બસોનું સંચાલન કરાશે.

યાત્રાધામ અંબાજીમાં પ્રતિ વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ આવે છે. જેમાં પદયાત્રીઓ પણ દુર દુરથી આવે છે. પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને અગવડ ના પડે એ હેતુસર મેળાના આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 22 સપ્ટેમ્બરથી ભાદરવી પુનમના મહામેળોનો પ્રારંભ થશે. પદયાત્રીઓ અને મુસાફરોની સગવડ ખાતર મેળા દરમ્યાન અંબાજીનું કાયમી એસ.ટી.બસસ્ટેન્ડ 7 દિવસ માટે બંધ કરી દેવાશે.

અંબાજી એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે રોજીંદી 250થી વધુ એસ.ટી બસોની અવરજવર થાય છે. આ બસસ્ટેન્ડ મેળા દરમ્યાન સદંતર બંધ કરી દેવાશે. ગુજરાત સ્ટેટ ટ્રાંન્સપોર્ટની 200 શિડ્યુંલની એસ.ટી.બસ મેળાનાં હંગામી બસસ્ટેન્ડથી જ ચલાવવામાં આવશે. જ્યારે બાકીની બસો 9 હંગામી બુથો ઉપર થી સંચાલન કરાશે.

મેળા ને અનુલક્ષી યાત્રીકોની સુવિધા ખાતર 1200 જેટલી એસ.ટી બસો વધારાની મુકવાનુ આયોજન છે. અને દાંતા-અંબાજી વચ્ચે મીનીબસ દોડાવવામાં આવશે. અંબાજીમાં બનાસકાંઠા, મહેસાણા,સાબરકાંઠા,અમદાવાદ જીલ્લા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના અધિકારીએ એક બેઠક યોજી વ્યવસ્થા ની ગોઠવણી કરવામાં આવી હતી.
First published:

Tags: અંબાજી, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, એસ ટી બસ, મેળો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन