એમેઝોન કર્મચારીઓએ વેચ્યો ગ્રાહકોનો ડેટા! શરૂ થઇ તપાસ

News18 Gujarati
Updated: September 17, 2018, 1:32 PM IST
એમેઝોન કર્મચારીઓએ વેચ્યો ગ્રાહકોનો ડેટા!  શરૂ થઇ તપાસ
ફાઈલ ફોટો

આખી દુનિયામાં ફેલાયલ એેમેઝોનના વિભિન્ન બ્રાન્ચોમાં લગભગ 5 લાખ 60 હજાર લોકો કામ કરે છે.

  • Share this:
દુનિયાની ફેમસ ઓનલાઈન રિટેલ કંપની એમેઝોને રવિવારે જણાવ્યું કે, કંપનીના કેટલાક કર્મચારીઓ દ્વારરા ગ્રાહકોના વ્યક્તિગત ડેટા બીજી કંપનીઓને વેચવાનો મામલો સામે આવ્યા બાદ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપ લાગ્યો હતો કે, એમેઝોનના કેટલાક કર્મચારરરીઓએ ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા વચેટીયાઓ દ્વારા અમેઝોન પર પોતાના સામાન વેચનાર વ્યાપારીઓને ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.

વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ અનુસાર, એમેઝોનના કેટલાક કર્મચારી કંપનીની સાઈટ દ્વારા પોતાનુ સામાન વેચનાર કેટલાક વ્યાપારીઓને ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા વેચી દે છે.

અમેઝોન પર ગ્રાહક સીધા એમેઝોન અથવા બીજા વ્યાપારીઓ દ્વારા વેચાનાર સામાનને ખરીદી શકે છે. ગ્રાહકોને વ્યક્તિગત ડેટા કોઈને વેચવો કંપનીના નિયમના વિરૂદ્ધ છે. મીડિયા રિપોર્ટમાં શેન્જેનમાં રહેલા વચોટીયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કર્મચારીઓ દ્વારા ગ્રાહકોનો ડેટા 80થી લઈને 2000 ડોલર સુધી વેચે છે.

આ રિપોર્ટને લઈને એમેઝોનના પ્રવક્તએ જણાવ્યું કે, આ બાબતે સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે, આ રીતની ચીજોને સહન કરી લેવામાં આવશે નહી. દોષિત સાબિત થનાર કર્મચારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તે લોકોના સેલિંગ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે, રિવ્યુ ટિલીટ કરી દેવામાં આવશે, તેમનું ફંડ પણ રોકી દેવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ફેક રિવ્યૂ પણ અમેઝોન માટે આંતરિક તપાસનો મામલો છે અને કંપની મહિનાઓથી આની તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે, આખી દુનિયામાં ફેલાયલ એેમેઝોનના વિભિન્ન બ્રાન્ચોમાં લગભગ 5 લાખ 60 હજાર લોકો કામ કરે છે.

  
First published: September 17, 2018, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading