અલ્પેશ અને ધવલસિંહને કાલે રૂપાણી-વાઘાણી ભાજપનો ખેંસ પહેરાવશે

News18 Gujarati
Updated: July 17, 2019, 9:00 AM IST
અલ્પેશ અને ધવલસિંહને કાલે રૂપાણી-વાઘાણી ભાજપનો ખેંસ પહેરાવશે
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ફાઇલ તસવીર

બંને નેતાઓ ભાજપમાં જોડાશે, કાલે સાંજે ચાર વાગ્યે કોંગ્રેસના બળવાખોર નેતાઓનો ભાજપ પ્રવેશ

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કોંગ્રેસમાંથી બળવો કરી અને પક્ષ છોડનારા ઓબીસી નેતા અને ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોર તેમજ બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલવસિંહ ઝાલા હવે ભાજપનો ખેંસ પહેરશે. લાંબા સમયથી જે અટકળો ચાલી રહી હતી તેના પર અંતે પૂર્ણ વિરામ લાગી ગયું છે. લોકસભાની ચૂંટણી વખતથી જેમના ભાજપ પ્રવેશની વાતો થઈ રહી હતી તે નેતાઓ અંતે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આવતીકાલે સાંજે કમલમ ખાતે બંને નેતાઓ ભાજપમાં જોડાશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ અલ્પેશ ઠાકોર અને ધવલિંસ ઝાલા ગુરૂવારે સાંજે 4.00 વાગ્યે મુખ્ય મંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજરીમાં સંગઠનમાં પ્રવેશ કરી અને ભાજપનો ખેંસ પહેરશે. બંને નેતાઓએ અગાઉ કોંગ્રેસમાં અપમાન થતું હોવાનું કારણ આગળ ધરી પક્ષમાંથી અને ધારાસભ્ય તરીકે રાજીનામા ધરી દીધા હતા.

આ પણ વાંચો : કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવાના પ્રતિબંધને MLA ગેનીબેન ઠાકોરનું સમર્થન

હવે શું?
અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાતાની સાથે જ આગામી પેટાચૂંટણીમાં બંને નેતા ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે તેવી વકી છે. અગાઉ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેમનું પ્રાથમિક લક્ષ્ય રાધનપુરની જનતાની સેવા કરવાનું છે અને તેના માટે સત્તા પક્ષ સાથે રહેવું જરૂરી છે. ધવલસિંહ અલ્પેશ ઠાકોરના નજીકના નેતા છે અને તેઓ પણ પેટાચૂંટણી લડે તેવી વકી છે.

આ પણ વાંચો : વડોદરામાં એક મહિલાએ 55 મિનિટમાં 4 બાળકોને જન્મ આપ્યો !ક્રોસ વોટિંગ કર્યુ હતું
તાજેતરમાંજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરી અને ભાજપના ઉમેદવારોને મત આપ્યો હતો. કોંગ્રેસે બંને નેતાઓને ગેરલાયક ઠેરવવા માટે કોર્ટના દ્વારા ખટખટાવાની તૈયારી કરી હતી પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે બંને નેતાઓએ મત આપી તાત્કાલિક ધોરણે ધારાભ્ય તરીકે રાજીનામા આપી ધરી દીધા હતા.

 
First published: July 17, 2019, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading