અલ્પેશ ઠાકોરે CM રૂપાણીને પત્ર લખ્યો, એપ્રિલ-મેનું વીજ બીલ માફ કરવાની માંગણી

અલ્પેશ ઠાકોરે CM રૂપાણીને પત્ર લખ્યો, એપ્રિલ-મેનું વીજ બીલ માફ કરવાની માંગણી
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ફાઇલ તસવીર

ઠાકોર સેનાના સંયોજક અલ્પેશે મુખ્યમંત્રીને લખેલો પત્ર વાંચો, જાણો અલ્પેશ ઠાકોરે પોતાની સરકાર પાસે શું માંગણી કરી?

  • Share this:
વૈશ્વિક મહામારી કોરોના ને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં રાજ્યનો ગરીબ અને માધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર  દ્વારા એપ્રિલ અને મે મહિના ના વીજબિલ માં રાહત આપવા મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પત્ર લખી રજુવાત કરવામાં આવી છે.

મુખ્ય મંત્રીને લખેલા પોતાના આ પત્રમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, 'કોરોના વૈશ્વિક મહામારી  ને પગલે આપવા માં આવેલ લોકડાઉન ના પરિણામે રાજ્ય ની મોટાભાગ ની જનતા પોતાના ઘર માં જ સમય પસાર કરી રહી છે. વધુ માં ઉનાળાના દિવસો હોવાથી વીજ વપરાશ પણ સરેરાશ કરતા વધુ થઈ રહ્યો છે. આપ લોક લાગણી સમજનારા વ્યક્તિ છો. તેથીજ આપના દ્વારા માર્ચ, એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદ્દત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે.'આ પણ વાંચો :  અમદાવાદ : એક સાથે 10 સગર્ભાઓએ Coronaને મ્હાત આપી, Covidના કહેર વચ્ચે સારા સમાચારઠાકોરે ઉમેર્યુ કે 'તેમજ વીજ બિલમાં એલ.ટી. ગ્રાહકોને ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ વસૂલવામાંથી મુક્તિ આપવામાં આવી છે ઉપરાંત ફ્યુલ સરચાર્જમાં પણ 16 પૈસાનો ઘટાડો પણ કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ૫૯ દિવસના લોકડાઉનના પરિણામે આટલી સહાય પૂરતી નથી. તેથી આપને વિનંતી છે કે ગરીબ, ખેડૂત તથા મધ્યમ વર્ગ ના લોકો નું એપ્રિલ અને મે માસ ના વીજ બિલ માં રાહત આપવામાં આવે. ગુજરાત સરકારે ચોક્કસ થી આ દિશા માં વિચારવુ જોઈએ જેથી ભારત દેશ માં ગુજરાત ની સંવેદનશીલ સરકાર અન્ય રાજ્યો ને સારું દ્રષ્ટાંત પૂરું પાડે શકે તેવી વિનંતી સહ નમ્ર અરજ કરુ છું. '

 
Published by:News18 Gujarati
First published:May 23, 2020, 13:47 pm

ટૉપ ન્યૂઝ