નવરાત્રિનો સાતમો દિવસ: કરો મા કાલરાત્રિનુ પૂજન, થશે ખુબ લાભ

News18 Gujarati
Updated: October 16, 2018, 2:16 PM IST
નવરાત્રિનો સાતમો દિવસ: કરો મા કાલરાત્રિનુ પૂજન, થશે ખુબ લાભ
મા કાલરાત્રિ

સપ્તમીનાં દિવસે માતા કાલરાત્રિ એટલે કે નવદુર્ગાનાં સાતમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ મા કાલરાત્રિની કઇ પૂજા વિધિ કરવી અને શું ભોગ ચડાવવો

  • Share this:
ધર્મ ભક્તિ: આજે સપ્તમી છે અને આજનાં દિવસે કાલરાત્રિ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે જે ઘણું જ ભયંકર કહેવાય છે તેમનો રંગ કાળો છે અને તે ત્રણ નેત્રધારી છે. મા કાલરાત્રિનાં ગળામાં વિદ્યુતની અદભૂત માળા છે. તેમનાં હાથમાં ખડગ અને કાંટા છે તેમનું વાહન ગધેડો છે. પણ તે ભક્તોનું હમેશાં કલ્યાણ કરે છે. અત: તે શુભંકરી પણ કહેવાય છે.

તેમની ઉપાસનાથી શું લાભ થશે?
-શત્રુ અને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે તેમની ઉપાસના અત્યંત શુભ માનવામાં આવે છે.

-તેમની ઉપાસનાથી ભય, દુર્ઘટના તથા રોગનો નાશ થાય છે
-તેમની ઉપાસનાથી નકારાત્મક ઉર્જાની અસર થતી નથી
-જ્યોતિષમાં શનિ નામક ગ્રહને નિયંત્રિત કરવા માટે તેમની પૂજા થાય છે જેનાંથી અદ્ભૂત પરિણામ મળે છે.શું છે મા કાલરાત્રિની પૂજા વિધિ?
-માતાની સામે ઘીનો દીવો કરવો
-માને લાલ ફૂલ અર્પિત કરવા, સાથે જ ગોળનો ભોગ ચઢાવવો
-માતાનાં નામનાં જાપ કરવા.. કે સપ્તશતીનાં પાઠ કરવા
-ભોગ લગાવવામાં આવેલા ગોળમાંથી અડધો ભાગ પરિવારમાં વહેચી દેવો
-બાકી અડધો ગોળ કોઇ બ્રાહ્મણને દાન કરવો
-કાળા રંગનાં વસ્ત્ર ધારણ કરીને પૂજા ન કરવી. કોઇને નુક્શાન પહોંચાડવાનાં ઉદ્દેશથી પૂજા ન કરવી

શત્રુ વિરોધીઓને શાંત કરવા માટે કેવી રીતે કરશો મા કાલરાત્રિની પૂજા?
-શ્વેત કે લાલ વસ્ત્ર ધારણ કરીને રાત્રે મા કાળીની પૂજા કરવી
-માની સામે દિવો કરીને તેમને ગોળનો ભોગ ચઢાવવો
-તે બાદ 108 વખત નવાર્ણ મંત્ર વાંચો અને એક એક લવિંગ ચઢાવતા જાઓ
-નવાર્ણ મંત્ર છે- "ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे "
-તેને 108 લવિંગને ભેગા કરીને અગ્નિકુંડમાં હોમો
-આપના વિરોધી અને શત્રુ શાંત થશે.

મા કાલરાત્રિને કયો પ્રસાદ અર્પિત થાય ?
-મા કાલરાત્રિને ગોળનો પ્રસાદ અર્પણ કરવો
-તે બાદ તે પ્રસાદને સૌમાં વહેંચી દેવો

આજનાં દિવસે મા કાલારાત્રિની પૂજા કરવાથી આપનું સ્વાસ્થ્ય સારુ રહેશે અને આપનું જીવન મંગળમય રહેશે.

 
First published: October 16, 2018, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading