બાળકીના મર્ડર કેસના પગલે અલીગઢમાં ભારેલો અગ્નિ, RAF તહેનાત

News18 Gujarati
Updated: June 9, 2019, 3:03 PM IST
બાળકીના મર્ડર કેસના પગલે અલીગઢમાં ભારેલો અગ્નિ, RAF તહેનાત
અલીગઢમાં ટેન્શના પગલે રેપીડ એક્શન ફોર્સ તહેનાત કરાઈ છે.

અલીગઢના ટપ્પલ વિસ્તારમાં બાળકીનું અપહરણ થયું હતું ત્યારબાદ તેની લાશને ઘર નજીક ફેંકી દેવામાં આવી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અલગીગઢમાં બાળકીના મર્ડર બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. એક બાળકીનું અપહરણ અને ત્યારબાદ તેની હત્યાના પગલે અલગીઢમાં રસ્તા પર ટોળાના ટોળા ઉમટી પડ્યા છે. કઈક અજુગતું ન થાય તેની તકેદારીના ભાગરૂપે સરકારે મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરી છે.

કસ્બામાં રેપીડ એક્શન ફોર્સ RAF તહેનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક ચોક્કસ સમુદાયના લોકો આ ઘટના બાદ પલાયન કરવા લાગ્યા છે. લોકોના મનમાં ડરનો માહોલ છે. ભયના માહોલના પગલે અલીગઢમાં બજારો ટપોટપો બંધ થવા લાગી છે. આ પ્રકારની સ્થિતી હોવા છતાં પોલીસ કે પ્રસાશન હરફ સુધ્ધા ઉચારવા રાજી નથી.

આ પણ વાંચો :  2021માં બંગાળમાં 250થી વધારે બેઠક જીતવાની તૈયારીમાં બીજેપી!

ચાર આરોપીની ધરપકડ
પોલીસે આ ઘટનમાં અત્યારસુધી ચાર આરોપીઓની ધરકડ કરી છે. મુખ્ય આરોપી જાહિદ તેની પત્ની શાહિસ્તા સહિત ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. એસએસપી આકાશ કુલહરિએ જણાવ્યું હતું કે શાહિસ્તાના દુપટ્ટામાં બાળકીનો મૃતદેહ વિટળાયેલો હતો. પીડિત પરિવાર સાથે એસએસપીએ મુલાકાત કરી હતી અને કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હોવાની માહિતી આપી છે.

પૈસાના વિવાદમાં હત્યાટપ્પલ વિસ્તારમાં પૈસાની લેણ-દેણના કારણે 2.5 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને કચરા પેટીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બાળકીના પિતાની ફરિયાદના આધારે આરોપી ઝાહિદ અને અસલમની ધરપકડ કરવામાં આવી હતી.
First published: June 9, 2019, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading