Home /News /gujarat /દરિયાકાંઠે જોવા મળ્યું આ અજાયબ જાનવર! લોકો કહી રહ્યા છે Alien

દરિયાકાંઠે જોવા મળ્યું આ અજાયબ જાનવર! લોકો કહી રહ્યા છે Alien

તસવીર ખેંચનારે લખ્યું કે, મેં બીચ પર આ અજાયબ ચીજ જોઈ બિલકુલ લાશ જેવી. શું કોઈ જાણે છે કે આ શું છે?

તસવીર ખેંચનારે લખ્યું કે, મેં બીચ પર આ અજાયબ ચીજ જોઈ બિલકુલ લાશ જેવી. શું કોઈ જાણે છે કે આ શું છે?

સિડની : ઑસ્ટ્રેલિયા (Australia)માં દરિયાકાંઠે લોકોએ એક એવું જાનવર જોયું, તેને જોઈને ત્યાંના લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. ભૂરા રંગનું દેખાતું આ મોટા કદના જાનવરના શરીર પર ધારી જોવા મળી રહી છે. 'ડેઇલી સ્ટાર'ના અહેવાલ મુજબ, આ જાનવર દક્ષિણ-પશ્ચિમ પર્થના ફેરેમંટલના લેહ્ટન બીચ પર જોવા મળ્યું છે.

દરિયાકાંઠે પડેલા આ જાનવરની અહીંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તસવીર ખેંચી લીધી. તેના શરીર પર રેતી પડેલી હતી. આ તસવીરો જોતાં કેટલાક લોકોએ પૂછી રહ્યા છે કે તે જીવતું છે કે નહીં. બીજી તરફ, કેટલાક લોકોનો સવાલ છે કે તે કટલફિશ છે કે શાર્કની જ કોઈ પ્રજાતિ છે.

જે વ્યક્તિએ આ તસવીર શેર કરી છે તેણે લખ્યું છે કે મેં લેહ્ટન બીચ પર આ અજાયબ ચીજ જોઈ બિલકુલ લાશ જેવી. શું કોઈ જાણે છે કે આ શું છે?


એક વ્યક્તિએ મજાકમાં કહ્યું કે, મને લાગે છે કે આ રેડિયોએક્ટિવ છે. તમારે એ ચેક કરવા માટે તેને પાણીમાં નાખવાનો પ્રયાસ કરવો જોઈએ કે શું તે પર્પલ થઈ જાય છે કે નહીં.

એક વ્યક્તિએ કહ્યું કે, એક પાવડા જેવા નાકવાળી શાર્ક હોઈ શકે છે. જે સામાન્ય રીતે આકાર અને રંગમાં સપાટ અને ભૂરા રંગની હોય છે.


ન્યૂ સાઉથ વેલ્સ વિભાગના પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે, આ જાનવર ગિટારફિશ હોઈ શકે છે પરંતુ તે ખોટું પણ હોઈ શકે છે. આ ઉપરાંત કેટલાક લોકો તો મજાકમાં કહી રહ્યા છે કે તે એક એલિયન છે.

આ પહેલીવાર નથી કે જ્યારે સુમદ્ર તટ પર કોઈ વિચિત્ર ચીજ જોવા મળી હોય. આ પહેલા સાઉથ કૈરોલીનમાં પણ દરિયાકાંઠે આવી જ અજીબ આકૃતિ જોવા મળી હતી. લોકોએ તેને એલિયન કરાર કરી હતી.

આ પણ વાંચો,

ATM ન તોડી શક્યા તો JCBથી ઉખાડીને લઈ ગયા, Video વાયરલ
મહિલાએ 6 કિલોની બાળકીને જન્મ આપ્યો, લોકોએ કહ્યું- 'બેબી સૂમો રેસલર'
First published: