અલીબાબા-રિલાયન્સે મિલાવ્યો હાથ, ઈ-કોમર્સમાં સેક્ટરમાં નવા યુગની શરૂઆત

News18 Gujarati
Updated: August 21, 2018, 9:15 PM IST
અલીબાબા-રિલાયન્સે મિલાવ્યો હાથ, ઈ-કોમર્સમાં સેક્ટરમાં નવા યુગની શરૂઆત

  • Share this:
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને તેમનો નવો બિઝનેસ પાર્ટનર મળી ગયો છે. નવા બિઝનેસ પાર્ટનર બીજા કોઈ નહી એશિયામાં બીજા ધનાઢ્ય એવા જૈક મા છે. હવે બને સાથે મળી ઈ-કોમર્સ સેક્ટરમાં ધમાલ મચાવશે. તે ઉપરાંત ઈ-કોમર્સ સેક્ટરમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

અમેરિકાની કંપની એમેજોન અને દુનિયાના સૌથી અમીર માણસ જેક બેજોસ માટે મોટો પડકાર સાબિત થશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 41મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ હાર્ડબ્રીડ અને ઓનલાઈન ટૂ ઓફલાઈનના નવા વેપારના નવા દરવાજાઓ ખોલશે. આ જાહેરાતના ફક્ત દોઢ મહીનામાં જ મુકેશ અંબાણીને તેમનો નવો પાર્ટનર મળી ગયા છે.

એશિયાના બે ધનાઢ્ય લોકો મુકેશ અને જૈક મા એક સાથે માર્કેટમાં ઉતારવાનું પ્લાનીંગ કરી રહ્યા છે. જો એવું થશે તો નં-1 અને નં-2ની જોડી ઈ-કોમર્સ માર્કેટમાં તહેલકો મચાવશે. અલીબાબાના જૈક મા અને મુકેશ અંબાણી પોતાના રિટેલ ચેન માટે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છે. ભારતની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપની બનાવવાની યૌજના સાકાર લઈ રહી છે.

લાઈવ મિંટના એક રિપોર્ટ મુજબ અલીબાબાના કો-ફાઉન્ડર જૈક મા ટૂંક સમયમાં રિલાયન્સ રિટેલમાં 5 અરબ ડૉલરનું રોકાણ કરનાર છે. આની સીધી અસર ભારતના સૌથી મોટી ઈ-રિટેલ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેજોન પર પડશે.

રિલાયન્સના AGMમાં મુકેશ અંબાણીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે દેશની સૌથી તેજ ગતીમાં આગળ વધતી ઈ-કોમર્સ માર્કેટમાં વધુ સારી રીતે છવાઈ જવાની તડામાર તૈયારીઓમાં છે.આ સેક્ટરમાં આગામી 10 વર્ષોમાં 21 ટકા CAGR ગ્રોથ સાથે 202 અરબ ડૉલર પહોંચે તેવી શક્યતા છે. ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝમાં ધમાલ મચાવનાર મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલમાં ઉતરવાનું પણ વીચારી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર અલીબાબા રિલાયન્સ રિટેલમાં એક મહત્વપૂર્ણ ભાગીદારી માટે તૈયાર છે. આ માટે અલીબાબાને 5-6 અરબ ડૉલરનું રોકાણ કરવાનું રહેશે. અલીબાબા તરફથી કોઈ ભારતીય કંપની માટેનું આ સૌથી મોટું રોકાણ કહી શકાય.રિલાયન્સ રિટેલ આ સમયે દેશની સૌથી ઝડપથી વધતી રિટેલ કંપની છે. 4400 શહેરોમાં 7500 સ્ટોર્સ તેમજ 35 કરોડ ગ્રાહકો સુધી કંપની વિસ્તરી ચુકી છે.
First published: August 21, 2018, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading