લિવ-ઇનમાં રહેવા પર આલિયાએ કર્યો ઇન્કાર, લગ્નના પ્લાન પર સરપ્રાઇઝ આપી શકે

 • Share this:
  બૉલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં રણબીર કપૂર સાથે લિંક-અપ વિશે ચર્ચાઓમાં છે. તાજેતરમાં રણબીર આ બાબતને લઇને નજર આવ્યો હતો કે તે આલિયાને ડેટ કરી રહ્યો છે. હાલ રણબીરે કહ્યુ કે આલિયા સાથે તેમનો સંબંધ હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે અને તે થોડો સમય આપવા માંગે છે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રીધિમા કપૂર સાહનીની સાથે ઇન્સ્ટાગ્રામ પર અલીયાના ફોટા પણ રણબીર અને આલિયાના સંબંધોના અહેવાલો જણાવી રહ્યા છે. આ જ સમયે અલીયાએ લગ્ન વિશે તેમનો પ્લાન જણાવ્યો છે.

  એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કહ્યું કે, 30 વર્ષ પહેલાં લગ્ન કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી, પરંતુ તેની સાથે જ આલિયાએ જણાવ્યું હતું કે, તે લગ્ન પહેલા કર્યા તમામને સરપ્રાઇઝ પણ કરી શકે છે. ઇન્ટર્વ્યૂમાં અલીયાએ કહ્યું કે તે બાળકો માટે લગ્ન કરવા માંગે છે, જ્યારે પણ તેમને લાગે છે કે તેમને બાળકોની જરૂર છે અને તે તેઓને સંભાળી શકે છે તો તે લગ્ન કરી લેશે.

  તો આ સાથે જ આલિયાએ લિવ-ઇન રિલેશનશીપમાં રહેવાનો ઇનકાર કર્યો હતો. અલીયાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સાથે રહેવુ હશે તો તેની સાથે લગ્ન કરી લેશે, કારણ કે તે લિવ-ઇન રિલેશનશીપમાં રહેવા માંગતી નથી.

  આલિયા ભટ્ટ આ દિવસોમાં રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્મસ્ત્ર' ની શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે સારૂ બોન્ડિંગ થઇ રહ્યુ છે. અને બન્ને એ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ છે. જોકે, રણબીર અને આલિયા બંને કોઈ પણ ખુલાસો નથી કરી રહ્યા, બન્ને એઅનેક વખત ઇશારા આપ્યા છે કે બંને એકબીજા માટે સીરિયસ છે.
  Published by:Bhoomi Koyani
  First published: