Home /News /gujarat /

અક્ષય તૃતીયાઃ જાણી લો સોનું ખરીદવા-વેચવાનો નવો નિયમ, નહીં માનનારને થશે જેલ

અક્ષય તૃતીયાઃ જાણી લો સોનું ખરીદવા-વેચવાનો નવો નિયમ, નહીં માનનારને થશે જેલ

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે

    નવી દિલ્હીઃ અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2020 ) પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે પણ સોનું કે પછી સોનાના ઘરેણાં (Gold Jewellery) ખરીદવા જઈ રહ્યા છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. કારણ કે સોના (Gold)ના ઘરેણા ખરીદવાના નિયમ બદલાઈ ગયા છે. સરકારે સોનું અને ચાંદીના ઘરેણા પર હોલમાર્કિંગ (Gold Jewellery Hallmarking) અનિવાર્ય કરી દીધું છે.


    નવા નિયમ હેઠળ ઘરેણાંના વેચાણ માટે એક વર્ષનો સમય આપ્યો છે. 15 જાન્યુઆરી 2021 બાદથી જ હોલમાર્કિંગ વગરના ઘરેણાં વેચવાને કાયદાકિય અપરાધ થશે. તેના માટે આભૂષણ વિક્રેતાને દંડ કે સજા કે પછી બંને થઈ શકે છે.


    [caption id="attachment_976649" align="alignnone" width="621"] સોનું વેચવા અને ખરીદવાનો શું છે નવો નિયમ? – કેન્દ્રીય કન્યૂ્યમર અફેર મામલાના મંત્રી રામવિલાસ પાસવાન (Ram Vilas Paswan)એ આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ અનિવાર્ય કરવાની પ્રક્રિયા 15 જાન્યુઆરી 2020થી શરૂ થઈ રહી છે અને એક વર્ષ બાદ 15 જાન્યુઆરી 2021થી આ કાયદો લાગુ થઈ જશે.
    [/caption]

    આ કાયદો લાગુ થયા બાદ હોમમાર્ક વગરના સોનાને વેચવા પર જ્વેલર્સને ભારે દંડ ભરવો પડી શકે છે અને તેમને જેલની સજા પણ થઈ શકે છે.


    હોલમાર્કિંગ શું છે? – હોલમાર્કિંગથી જ્વેલરીમાં સોનું કેટલું વપરાયું છે અને અન્ય મેટલ કેટલા છે તેની વિગતો ચોક્કસ નિર્ધારણ તથા અધિકૃત રેકોર્ડ હોય છે.


    નવા નિયમો હેઠળ હવે સોનાની જ્વેલરીની હોલમાર્કિંગ થવી અનિવાર્ય હશે. તેના માટે જ્વેલર્સને લાઇસન્સ લેવું પડશે.


    સામાન્ય ગ્રાહકોને થશે ફાયદો- સોનાના ઘરેણા પર BISનું હોલમાર્કિંગ અનિવાર્ય કરવાનો આદેશ 15 જાન્યુઆરી 2020થી જાહેર કરવામાં આવ્યો છે. તેનાથી સામાન્ય ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે સોનાના ઘરેણાં પર હોલમાર્કને અનિવાર્ય કરવામાં આવ્યું છે.


    BISનું હોલમાર્કિંગ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ શુદ્ધતાના સોનાના ઘરેણાં પર કરવામાં આવશે. હોલમાર્કિંગમાં ચાર બાબતો સામેલ હેશ. જેમાં BISનો માર્ક, શુદ્ધતા જેમ કે 22 કરેટ અને 916, અસેસિંગ સેન્ટરની ઓળખ, જ્વેલર્સની ઓળખનું ચિન્હ સામેલ છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन