નહીં થાય 'પેડમેન' અને 'પદ્માવત'ની ટક્કર, 9/2એ રિલીઝ થશે ફિલ્મ

વર્ષની મોસ્ટ અવેઇટેડ સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવત'ની સાથે ટક્કર લેવાનું અક્ષય કુમારે ટાળી દીધુ છે

વર્ષની મોસ્ટ અવેઇટેડ સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવત'ની સાથે ટક્કર લેવાનું અક્ષય કુમારે ટાળી દીધુ છે

 • Share this:
  મુંબઇ: અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન' અને સંજય લીલા ભણસાળીની 'પદ્માવત' એક જ દિવસે રિલીઝ થવા જઇ રહી હતી. બંને ફિલ્મો એક સાથે 25જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવાની હતી. જોકે વર્ષની મોસ્ટ અવેઇટેડ સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવત'ની સાથે ટક્કર લેવાનું અક્ષય કુમારે ટાળી દીધુ છે. આ સાથે જ અક્ષય કુમારે તેની ફિલ્મની રિલીઝ ડેટ આગળ ખસેડીને 9 ફેબ્રુઆરી
  કરી દીધી છે.

  પદ્માવત મામલે કરણી સેનાનાં તેવર જોઇને લાગે છે કે આ ફિલ્મને સરળ રિલીઝ મળે. સિનેમા ઘરોમાં તોડફોડ કરવાની પણ ચીમકી આપી છે. જો એવી પરિસ્થિતિ સર્જાય તો અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન'ને પણ અસર પડી શકે છે. તેથી જ તેણે તેની ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 9 ફેબ્રુઆરી કરવાનો નિર્ણય કર્યો હોય તેમ લાગે છે.

  અક્ષય કુમાર અને સંય લીલા ભણસાળીએ મળીને અક્ષય કુમારનાં ઘરે જ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં અક્ષયે કહ્યું કે, તેણે ભણસાળી સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે. એટલે જ જ્યારે ભણસાળીએ મારી પાસે મદદ માંગી તો હું તેમને ના ન પાડી શક્યો, અને મેમારી ફિલ્મ 'પેડમેન' 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.  આમ તો અક્ષય કુમારનું કહેવું છે કે, તારીખ બદલવા પાછળ સંજય લીલા ભણસાળીનું સારુ ઇચ્છે છે પણ 25 તારીખે પેડમેન રિલીઝ ન કરીને તે ભણસાળીની નહીં પણ તેની ફિલ્મને મદદ કરી રહ્યો છે. સચ્ચાઇ તો એ જ છે કે જો 'પદ્માવત' અને 'પેડમેન'ની ટક્કર થાત જીત 'પદ્માવત'ની જ થાત. અને જો 'પદ્મવાત'ની રિલીઝ બાદ તેનો વિરોધ થતો તો તેની ઝપેટમાં 'પેડમેન' પણ આવી જાત.  આપને જણાવી દઇએ કે અક્ષય કુમારની પેડમેનનું ડિરેક્શન આર બાલ્કીએ કર્યુ છે અને અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ અરુણાચલમ મુરુગનાંથમનાં જીવન પર આધારિત છે.

  અરુણાચલમ કોયમંબતૂરનો રહેવાસી છે. તેમણે પહેલી વખત દેશમાં સસ્તી કિંમતનાં સેનેટરી નેપ્કીન બનાવવાનો શ્રેય મળે છે. ટ્વિંકલ ખન્નાએ અરુણાચલમનાં જીવન પરથી 'ધ લેજન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ' નામની બૂક પણ લખી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અરુણાંચલમનાં રોલમાં છે. જે મહિલાઓને સેનેટરી નેપ્કિનનાં વપરાશ અંગે જાગૃત કરે છે.
  Published by:Margi Pandya
  First published: