નવી દિલ્હી: બિહારનાં એક યૂટ્યુબર રાશિદ સિદ્દિકી પર દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન પર ચાર મહિન સુધી ખોટી ખબર ચલાવી 15 લાખ રૂપિયાથી વધુની કમાણી કરવાનો આરોપ છે. મિડ ડેમાં આવેલાં અહેવાલ પ્રમાણે, એક તપાસમાં આ મામલો સામે આવ્યો છે. 25 વર્ષિય આ આરોપી એક સિવિલ એન્જીનિયર છે. અને યૂટ્યૂબ પર તેની એક 'FF News' નામની ચેનલ છે.
આ પણ વાંચો- બીજી વખત લગ્ન માટે ના પાડતાં સાસરીયાએ વિધાવાની જીભ અને નાક કાપી નાખ્યું
યૂટ્યૂબર વિરુદ્ધ કેસ દાખલ- શિવસેનાનાં કાયદા પ્રકોષ્ઠનાં વકિલ ધરમેન્દ્ર મિશ્રાએ સિદ્દીકી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર, પોલીસે માનહાનિ, સાર્વજનિક દુર્વ્યવહાર અને જાણીજોઇને અપમાનનાં આરોપમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે સિદ્દીકીને આગોતરા જામીન આપી દીધા છે. તપાસમાં સહયોગ કરવા કહ્યું છે, મુંબઇ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર, મંત્રિ આદિત્ય ઠાકરે અને એક્ટર અક્ષય કુમાર વિરુદ્ધ તેની પોસ્ટને લાખો વ્યૂઝ મળ્યાં છે.

તસવીરમાં ડાબી તરફ યૂટ્યૂબર રાશિદ સિદ્દિકી
તો, મંગળવારનાં અક્ષય કુમારે પણ સિદ્દીકી વિરુદ્ધ 500 કરોડની માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ખરેખરમાં સિદ્દીકીએ એક્ટર અક્ષય કુમાર અંગે વીડિયોમાં દાવો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ 'એમ એસ ધોની' મળવાથી અક્ષય તેનાંથી નારાજ હતો. સિદ્દીકીએ તેનાં વીડિયોમાં એવો દાવો કર્યો છે કે, સુશાંતનાં નિધન બાદ અક્ષયે રિયા ચક્રવર્તીને કેનેડા ભગાવવામાં મદદ કરી છે.
Published by:Margi Pandya
First published:November 19, 2020, 15:29 pm