Home /News /gujarat /

2.0 Trailer Out: અક્ષય કુમારનું આ રૂપ જોઇને ડર લાગશે તમને

2.0 Trailer Out: અક્ષય કુમારનું આ રૂપ જોઇને ડર લાગશે તમને

    મુંબઇ: ઘણાં સમયથી અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.O ચર્ચામાં છે. પહેલી વખથ બંને સિલ્વર સ્ક્રીન પર એક સાથે નજર આવવાનાં છે. નવેમ્બરમાં ફિલ્મની રિલીઝ થવાની છે. પણ તે પહેલાં આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 3 નવેમ્બરનાં 12 વાગ્યા પહેલાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે ફિલ્મનાં ટ્રેલર લોન્ચ થઇ ગયુ છે અને તેમાં અક્ષય કુમાર અને રજનીકાંતનો રોલ ઘણો જ દિલચસ્પ છે. વિલનનાં કિરદારમાં તે ખુબજ અસરદાર લાગે છે.

    ફિલ્મનાં ટ્રેલરથી તેની કહાની અંગે કોઇ જ જાણકારી મળતી નથી. પણ એ ગેરન્ટી જરૂરથી મળે છે કે આ ફિલ્મ એક મસ્ટ વોચ મૂવી હશે. ટ્રેલરથી માલૂમ થાય છે કે ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ માટે ઘણી મહેનત કરવામાં આવી છે. ફિલ્મમાં 3000 ટેક્નિશિયન્સે મહેનત કરી છે. આ ફિલ્મને VFX માટે શ્રીનિવાસન મોહને કામ કર્યુ છે. જેમણે બાહુબલીમાં સ્પેશલ ઇફેક્ટ્સ તૈયાર કર્યા હતાં. ફિલ્મને 3Dમાં શૂટ કરવામાં આવી છે. જે ઘણી મુશ્કેલ છે.


    ફિલ્મમાં ટ્રેલરમાં અક્ષય કુમાર નવા અવતારમાં નજર આવે છે. તો સુપર સ્ટાર રજનીકાંત ચિટ્ટીનાં કેરેક્ટરમાં નજર આવે છે. જે અક્કીને કહે છે કે- I will Set your screens on fire.

    2.0માં મહત્વના રોલમાં એમી જેક્સન પણ છે. એમી પહેલા પણ અક્ષય કુમાર સાથે 'સિંઘ ઇઝ બ્લિંગ' ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Trailer out, અક્ષય કુમાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन