15 વર્ષે ઝડપાયો અક્ષરધામ હુમલાનો માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ અજમેરી

Network18 | News18 Gujarati
Updated: November 4, 2017, 6:33 PM IST
15 વર્ષે ઝડપાયો અક્ષરધામ હુમલાનો માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ અજમેરી
25 સ્પટેમ્બર 2002ની સાંજે સાડા ચાર વાગ્યે અક્ષરધામ મંદીર પર હુમલો કરનારા માસ્ટર માઇન્ડ આતંકવાદી અબ્દુલ રશીદ અજમેરીની ધરપકડ થઇ ગઇ છે.
Network18 | News18 Gujarati
Updated: November 4, 2017, 6:33 PM IST
25 સ્પટેમ્બર 2002ની સાંજે સાડા ચાર વાગ્યે અક્ષરધામ મંદીર પર હુમલો કરનારા માસ્ટર માઇન્ડ આતંકવાદી અબ્દુલ રશીદ અજમેરીની ધરપકડ થઇ ગઇ છે. અબ્દુલ સાઉદી અરબનાં રિયાદથી આવતો હતો તે સમયે અમદાવાદ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે અક્ષરધામ પર હુમલો કરનારા આતંકવાદીને આખરે પકડી લીધો છે.

વર્ષ 2002માં અક્ષરધામ મંદીરમાં થયેલાં આતંકવાદી હુમલામાં 30 જેટલા નિર્દોષ લોકોનો જીવ ગયો હતો જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના થઇ તે સમયે 600 જેટલાં દર્શનાર્થીઓ મંદીરમાં હાજર હતાં. જેમનો જીવ ઇન્ડિયન આર્મી અને બ્લેક કમાન્ડોની મદદથી બચ્યો હતો.

અક્ષર ધામ મંદીર જેવી પવિત્ર જગ્યાને લોહી લુહાણ કરવાનો પ્લાન અબ્દુલ રશીદ અજમેરીએ બનાવ્યો હતો. આજે પણ મંદીર પ્રાંગણમાં હુમલા સમયે થેયલાં ગોળીબારનાં નિશાન હાજર છે.

First published: November 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर