અજમો: સદિઓથી ખાવા પીવામાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ અજમો પાચનને બરોબર રાખે છે. તે કફ, પેટ કે છાતીનો દુખાવો અને કૃમિ રોગમાં ફાયદાકારક રહેછે. આ સાથે જ બીજા અન્ય રોગો માંથી પણ છુટકારો અપાવે છે.
ખાંસી: અજમાના રસમાં બે ચપટી કાળા મરી ભેળવીને તેનું સેવન કરો અને તેનું ગરમ પાણી પી લો. તેનાથી તમારી ખાંસી મટી જશે.
શરદી: બંધ નાક કે શરદી થવા ઉપર અજમાને અધકચરો વાટીને એક કપડામાં બાંધીને સુંઘો. શરદીમાં ઠંડી લાગે તો થોડો અજમાને સારી રીતે ચાવો.
પેટ ખરાબ થવું: અજમાને ચાવીને ખાવ અને એક કપ ગરમ પાણી પીવો. પેટમાં જીવાત છે તો કાળા મીઠા સાથે અજમો ખાવો.
વજન ઘટાડવો: અજમો મોટાપો ઓછો કરવામાં પણ ઉપયોગી રહે છે. રાત્રે એક ચમચી અજમાના એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ગાળીને એક ચમચી મધ સાથે ભેળવીને પીવાથી ફાયદો થાય છે.
પેઢામાં સોજો આવવો: પેઢામાં સોજો આવે તો અજમાના તેલના થોડા ટીપાને હુફાળા પાણીમાં નાખીને કોગળા કરવાથી સોજો ઓછો થાય છે.
એડકી, જીવ ગભરાવો,ઓડકાર, અપચો વગેરેમાં ફાયદાકારક.
પેટ ખરાબ થાય તો તેને એક ઓછા ગરમ પાણી સાથે પીવો.
ઠંડી લાગે તો થોડો અજમો સારી રીતે ચાવો.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર