Home /News /gujarat /અમદાવાદ : જો સામાન્ય શરદી, ખાંસી, તાવ હોય તો પણ ગરબા રમવા બહાર ન નીકળવું, જાણો કેમ?

અમદાવાદ : જો સામાન્ય શરદી, ખાંસી, તાવ હોય તો પણ ગરબા રમવા બહાર ન નીકળવું, જાણો કેમ?

નવરાત્રીને (Navratri-2021)આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Navratri-2021 :  રાજ્યમાં કોરોનાના કેસ કંટ્રોલમાં આવતા સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબાના આયોજન માટે 400 લોકોની છૂટછાટ આપી છે

અમદાવાદ : નવરાત્રીને (Navratri-2021)આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અને હવે કોરોનાના કેસોએ (Corona cases)અમદાવાદમાં (Ahmedabad)પણ દેખા દીધી છે જેને લઈને તબીબોની ચિંતા પણ વધી ગઈ છે. સરકાર (Government)દ્વારા નિયમોના પાલન સાથે ગરબા (Navratri Garba)રમવાની છૂટછાટ તો આપી છે પણ આ છૂટછાટમાં શહેરની જનતા બેદરકારી ન દાખવે તે જરૂરી છે. જેને લઇ નવરાત્રીમાં ગરબા રમવા જાઓ ત્યારે શું ધ્યાન રાખશો તે મુદ્દે તબીબો દ્વારા જરૂરી સૂચનો કરાઈ રહ્યા છે. જેમાં આજકાલ સામાન્ય શરદી, ખાંસી, તાવ જેવી વાયરલ બીમારીઓ જોવા મળી રહી છે ત્યારે આવી સામાન્ય શરદી, ખાંસી અને તાવ હોય તો પણ લોકોએ ગરબા રમવા બહાર નહીં નીકળવાની તબીબી નિષ્ણાંતો અપીલ કરી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસ કંટ્રોલમાં આવતા સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબાના આયોજન માટે 400 લોકોની છૂટછાટ આપી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ દેખાવા લાગ્યા છે. સુરત બાદ અમદાવાદમાં પણ કેસ સામે આવ્યા છે જેને લઇ ડૉક્ટર્સની ચિંતા વધી છે. કારણ કે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે ગ્રાઉન્ડમાં ગરબા માટે 400 લોકોની પરમિશન છે પરંતુ સોસાયટીમાં અને પોળ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાશે નહીં તો નિયમોનું પાલન કેવી રીતે થશે તે એક સૌથી મોટો સવાલ છે.

આ પણ વાંચો - 7 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

આ અંગે મેડિકલ ઓફિસર ડો રજનીકાંત કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે સૌથી મહત્વની અને આવશ્યક સૂચના છે કે જો તમને સામાન્ય શરદી ખાંસી કે વાયરલ તાવ છે તો ગરબા રમવા જવાનું ટાળવું. બીજું કે ગરબા રમતી વખતે કે ગરબા જોવા જતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે.

આ પણ વાંચો - Navratri 2021 : નવરાત્રીમાં માતાજીના પ્રસન્ન કરવા અર્પણ કરો આ ફળ

આ ઉપરાંત બાળકોને બને ત્યા સુધી ભીડ ભાડમાં ના લઈ જવા. એટલું જ નહીં જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાએ જાવ ત્યારે માસ્ક જરૂર પહેરવા જેવા નિયમોનું ધ્યાન રાખવું. સામાન્ય રીતે ગરબા રમતી વખતે ખેલૈયા માસ્ક પહેરવાનું ટાળતા હોય છે પણ તેઓને માસ્ક પહેરવાની પણ અપીલ તબીબો કરી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Navratri 2021, અમદાવાદ, કોરોના

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन