Home /News /gujarat /નારાયણા બિઝનેસ સ્કૂલ – 2020માં ઉજ્જવળ ભાવિ ધરાવતી મેનેજમેન્ટ સ્કૂલ

નારાયણા બિઝનેસ સ્કૂલ – 2020માં ઉજ્જવળ ભાવિ ધરાવતી મેનેજમેન્ટ સ્કૂલ

નારાયણા બિઝનેસ સ્કૂલ – 2020માં ઉજ્જવળ ભાવિ ધરાવતી મેનેજમેન્ટ સ્કૂલ

અમદાવાદ ખાતે સ્થાપિત AICTE માન્ય નારાયણા બિઝનેસ સ્કૂલ (NBS) આજે ટોચની બિઝનેસ સ્કૂલોમાંની એક છે

અમદાવાદ : ભારતમાં હજાર ઈન્સ્ટિટ્યૂટ્સ છે મેનેજમેન્ટની ડિગ્રી આપે છે પરંતુ તેમાંની કેટલીક જ છે જે ગુણવત્તાસભર શિક્ષણ પણ આપે છે. અમદાવાદની નારાયણા બિઝનેસ સ્કૂલ (NBS) દેશની એક એવી મેનેજમેન્ટ સ્કૂલ છે જેણે વિશિષ્ટ ફેકલ્ટી દ્વારા અને કેટલીક ટોચની બિઝનેસ સ્કૂલની સમકક્ષ પ્લેસમેન્ટ દર સ્થાપિત કરીને તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે.

લગભગ બધી જ બિઝનેસ સ્કૂલ્સ જ્યાં શ્રેષ્ઠ હોવાનો દાવો કરતી હોય તેવી સ્થિતિમાં મેનેજમેન્ટ સ્કૂલની પસંદગી કરતી વખતે યોગ્ય નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે. વિદ્યાર્થી માટે યોગ્ય પસંદગી કરવા માટે એમબીએ સ્કૂલ વિષે વિવિધ માપદંડો પર ખૂબ જ જાણકારી મેળવવી જરૂરી બની જાય છે. અને એટલે જ, NBS તમામ મહત્વપૂર્ણ માપદંડોની પૂર્તિ કરતી હોવાથી સૌથી ફાયદાકારક પસંદગી બને છે.

એક તરફ જ્યાં ક્રમાંક શરૂઆત આપે છે, ત્યાં ઘણીવાર ઈન્સ્ટિટ્યૂટને કેવી રીતે ક્રમાંક આપવામાં આવ્યો છે અને તે સ્તરની અન્ય ઈન્સ્ટિટયૂટ વચ્ચે કેટલો નગણ્ય તફાવત છે તે તેનાથી બહાર આવતું નથી. સર્વોત્તમ લાભ ધરાવતો એમબીએ કાર્યક્રમ પસંદ કરવા માટે અરજી કરનારે ક્રમાંકથી આગળ વધીને – પ્રવેશ, અનુભવ અને રોજગારને પ્રોત્સાહિત કરવા માટે ઈન્સ્ટિટ્યૂટ દ્વારા લેવામાં આવેલ પગલાં અને તેમના દ્વારા ફાળવવામાં આવેલ સ્ત્રોત પર ધ્યાન આપવું જરૂરી છે. પોતાના એમબીએ પ્રોગ્રામ્સ સાથે નારાયણા બિઝનેસ સ્કૂલ મહદ્અંશે આવું જ અને ખરેખર તો તેનાથી બહેતર કરી રહી છે. સ્કૂલ પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે, પરંપરાથી અલગ ચીલો ચાતરી રહી છે, નવા માર્કેટ તૈયાર કરી રહી છે અને શક્યતાઓનો વ્યાપ વિસ્તારી રહી છે.

ગુજરાત રાજ્યમાં 2001માં સનાથલ, અમદાવાદ ખાતે સ્થાપિત AICTE માન્ય નારાયણા બિઝનેસ સ્કૂલ (NBS) આજે ટોચની બિઝનેસ સ્કૂલોમાંની એક છે. ઈન્સ્ટિટ્યૂટની સતત વધતી ખ્યાતિ પાછળ અનેક કારણો છે પરંતુ કેટલાંક ખાસ પરિબળોને વ્યાખ્યાયિત કરવા જરૂરી છે.

1. ગુણવત્તાસભર ફેકલ્ટીઃ સર્વોત્તમ ફેકલ્ટીની ભરતી દ્વારા અને સતત બહેતર બની રહેલી ઈન્ફોર્મેશન ટેકનોલોજીના મહત્વપૂર્ણ ઉપયોગ થકી સ્ટાફની ક્ષમતામાં વધારો કરીને બિઝનેસ સ્કૂલ આ વર્ષોમાં કાબિલેદાદ કામગીરી ભજવી છે.2. ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ 300+ સીટ ધરાવતા ઑડિટોરીયમ, એમ્ફિથિયેટર, ઑડિયો-વીડિયો સુવિધા સાથેને વિશાળ અને સુંદર ક્લાસરૂમ્સ, 200+ કોમ્પ્યુટર્સ ધરાવતી આઈટી લેબ, લેંગ્વેજ લેબ, ચેસ, કેરમ, સુડોકુ, સ્નૂકર, ટેબલ ટેનિસ, એર હોકી વગેરે યુક્ત ઈન્ડોર સ્પોર્ટસ સુવિધા, તેમજ આઉટડોર સ્પોર્ટ્સ માટે બાસ્કેટ બોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ વગેરેથી સજ્જ અદ્યતન કેમ્પસ ધરાવે છે. એટલું જ નહીં, આખું NBS કેમ્પસ વાઈ-ફાઈથી સજ્જ, ક્લાઉડ કેમ્પસ છે.

3. સુરક્ષાઃ દેશમાં ઉચ્ચ શિક્ષણ આપતી ઈન્સ્ટિટ્યૂટ્સના કેમ્પસમાં વધતી હિંસાના ચલણથી સ્ટાફ અને વિદ્યાર્થી બંનેની સલામતી અને સુરક્ષા પર પ્રશ્ન ચિહ્ન મૂકાયો છે. આ દિશામાં કેમ્પસની સુરક્ષા વધારવામાં નારાયણા બિઝનેસ સ્કૂલની એડમિનિસ્ટ્રેશન ટીમ ખૂબ સક્રિય રીતે કાર્યરત છે અને અનેક સુરક્ષા પગલાં ઉપરાંત, કેમ્પસ પર સલામતીની ખાતરી માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એક સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે.

4. પ્લેસમેન્ટઃ બિઝનેસ સ્કૂલમાં એડમિશન લેતી વખતે ધ્યાનમાં લેવા જેવા મહત્વપૂર્ણ પરિબળોમાંથી એક જોબ પ્લેસમેન્ટનો દર છે. NBSમાં પ્રતિષ્ઠીત રીક્રૂટર્સ થકી આ પરિબળની પૂર્તિ કરવામાં આવી છે. દેશમાં તે સર્વોત્તમ જોબ પ્લેસમેન્ટનો દર ધરાવતી મેનેજમેન્ટ સ્કૂલમાંની એક છે.

આ ઉપરાંત, મલ્ટીનેશનલ કંપનીઓમાં ડિગ્રી અને પોસ્ટ ડિગ્રી કારકિર્દી વિશે NBS દ્વારા સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવે છે જે પ્લેસમેન્ટથી શરૂ થાય છે. અને વિદ્યાર્થીઓના આ ધ્યેયની પૂર્તિ NBSને દેશની સૌથી પસંદગીપાત્ર બિઝનેસ સ્કૂલ બનાવે છે. બે વર્ષના ફૂલ ટાઈમ એમબીએ ઉપરાંત NBS દ્વારા બીજા અનેક પ્રોગ્રામ્સ પણ ઑફર કરવામાં આવે છે જેમાં PGDM (બે વર્ષનો મુખ્ય પ્રોગ્રામ), એક્ઝિક્યૂટીવ PGDM (18 મહિનાનો પ્રોગ્રામ) અને ચાર્ટર્ડ ફાયનાન્શિયલ એનાલિસીસ (CFA)નો સમાવેશ થાય છે. અન્ય બિઝનેસ સ્કૂલ્સની તુલનામાં આ પ્રોગ્રામ્સ પણ એટલા જ ઉચ્ચક્રમાંકિત છે.

નારાયણા બિઝનેસ સ્કૂલ દ્વારા શિક્ષણ જગતમાં એક આગવું સ્થાન હાંસિલ કરવામાં આવ્યું છે જે તેને મળેલા કેટલાંક પુરસ્કારોથી પ્રતિબિંબિત થાય છે. વિદ્યાર્થીઓ માટે રીયલ ટાઈમ ટ્રેઈનિંગ પ્રોગ્રામ (2016), કોલેજ સર્ચ દ્વારા સ્ટૂડેન્ટ ચોઈસ એવોર્ડ(2017), વર્લ્ડ એજ્યુકેશન સમિટમાં ગુજરાતની શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટનો પુરસ્કાર(2018) અમદાવાદની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલનું સમ્માન (2019) વગેરે કેટલાંક નોંધપાત્ર પુરસ્કાર છે.

સ્થાપક સભ્ય ડો. અમિત ગુપ્તા, જણાવે છે કે, ‘ઈન્ટરેક્ટીવ અને સર્વગ્રાહી શિક્ષણ થકી NBS શ્રેષ્ઠતા પુરવાર કરે છે જે વિદ્યાર્થીઓના કૌશલ્ય પર ચુસ્તપણે કેન્દ્રિત છે, અને વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટેની ક્ષમતા, ચપળતા અને ફ્લેક્સિબિલીટીના વિકાસ પર ભાર મૂકે છે.’ “શિક્ષણને સમર્પિત શિક્ષણવિદો દ્વારા સ્થાપિત આ બિઝનેસ સ્કૂલનુ એક સ્પષ્ટ ધ્યેય છે. ભાવિ વૈશ્વિક નેતાઓના વિકાસ અને કોર્પોરેટ દુનિયામાં લીડર અને ઉદ્યોગસાહસિક તરીકે તેઓ આગળ વધે તે ધ્યેયની પૂર્તિ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.” એમ પણ તેમણે જણાવ્યું હતુ.

એડમિશન કે વધુ માહિતી માટે અમારી વેબસાઈટ www.nbs.edu.in જુઓ અથવા અમને +91-8448444981 પર સંપર્ક કરો.
First published: