અમદાવાદ: શહેરમાં (Ahmedabad) એક બાદ એક મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ બની રહી છે. પૂર્વ વિસ્તારમાં એક મહિલા (married woman police complaint) સાથે સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીત મહિલાનો ભાઈ (brother sister relation) તેના ઘરે આવ્યો અને જમવાનું માંગ્યું હતું. બાદમાં જલ્દી ખાવાનું આઓ નહિ તો તને ખાઈ જઈશ તેવું કહેતા મહિલાએ આવી મજાક કરવાની મનાઈ કરી હતી. બાદમાં મહિલાને ચુંબન કરી આરોપીએ મહિલાની છાતી પર હાથ ફેરવી આ દૂધ પીવું છે કહીને છેડતી કરી હતી. સમગ્ર મામલે મહિલાએ પોલીસને (Ahmedabad woman police) જાણ કરતા પોલિસી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ અમરાઈ વાડીમાં રહેતી 22 વર્ષીય યુવતી ને બે વર્ષની દીકરી છે અને તેનો પતિ પૂર્વ વિસ્તારમાં મોબાઈલ શોપ ધરાવી વેપાર કરે છે. હાલમાં મહિલાનો પતિ વતન ગયો છે. મહિલા બપોરે તેના ઘરે હાજર હતી ત્યારે તેના કઠવાડા ખાતે રહેતો પિતાના મામાનો દીકરો ઘરે આવ્યો હતો.
મહિલાના પિતરાઈ ભાઈએ આવીને આ મહિલાને જમવામાં શુ બનાવ્યું છે તેવું પૂછતાં તેણીએ રોટલી અને બટાકાનું શાક બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. પિતરાઈ ભાઈએ મહિલાને જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ તેવું કહેતા મહિલાએ આવી મજાક મસ્તી કરવાની ના પાડી હતી.
બાદમાં મહિલાના પિતરાઈ ભાઈએ મહિલાનો હાથ પકડી તેને ગાલ પર ચુંબન કર્યું હતું અને બાદમાં મહિલા ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કરતા તેના પિતરાઈ ભાઈએ હાથ ખેંચી ધક્કો મારી પલંગ પર સુવાડી દીધી અને છાતી પર હાથ નાખી મારે આ દૂધ પીવું છે કહીને છેડતી કરી હતી. બાદમાં મહિલાનો પિતરાઈ ભાઈ ત્યાંથી નાસી જતા મહિલાએ તેના પરિવારજનો અને પતિને ફોન પર આ ઘટના જણાવતા પોલીસને જાણ કરવાનું તેઓએ કહ્યું હતું. મહિલાએ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવી હતી અને બાદમાં અમરાઈ વાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.