Home /News /gujarat /અમદાવાદ : આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

અમદાવાદ : આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

આરોગ્ય વિભાગનો નિર્ણય (પ્રતિકાત્મક તસવીર)

Gujarat News - આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, ઓનલાઈન મળેલ અરજીઓના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં

અમદાવાદ : રાજય સરકારના ( Gujarat Government)આરોગ્ય વિભાગ (Health Department)હસ્તક ફરજો બજાવતા અધિકારી-કર્મચારીઓએ બદલી માટે હવે ઓનલાઈન અરજી (Apply online)કરવાની રહેશે. તે સિવાયની અરજીઓ ધ્યાને લેવાશે નહી એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ હસ્તકની જાહેર આરોગ્ય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને એન.એચ.એમ. હેઠળ ફરજ બજાવતાં તમામ કાયમી અને કોન્ટ્રાક્ચ્યુઅલ અધિકારીઓ/કર્મચારીઓની સેવા વિષયક બાબતોને સુચારૂ બનાવવાના ભાગરૂપે તેમજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીની બાબતોમાં સરળતા અને પારદર્શકતા લાવવા માટે થયેલ સૂચનાના કારણે આ નિર્ણય કરાયો છે.

2 ડિસેમ્બર 2021થી તમામ અધિકારી કર્મચારીઓએ બદલીની અરજીઓ Arogyasathi.gujarat.gov.in માં કરવાની રહેશે. ઓનલાઈન મળેલ અરજીઓના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો - Gujarat Congress President Jagdish Thakor : વિદ્યાર્થી નેતાથી લઇને પ્રદેશ પ્રમુખ સુધી, આવી છે જગદીશ ઠાકોરની રાજકીય સફર

કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજય સરકાર કટિબદ્ધ - મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમાં જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. ગાંધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કરતા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat Government, ગુજરાત

विज्ञापन