અમદાવાદઃ અમદાવાદની (Ahmedabad) વેજલપુર પોલીસે (vejalpur police) એક એવી મહિલા ચોરની (woman thief) ધરપકડ કરી છે કે તેના કારનામાંથી પુરુષ પણ શરમાઈ જાય. સમાન્ય રીતે વાહન ચોરી (Vehicle theft) કરતી ગેગમાં પુરુષ ટોળકીની ધરપકડ થતી હોય છે. પરંતુ વેજલપુર પોલીસે મહિલા આરોપીની ધરપકડ (woman thief arrested) કરી છે. જેની પાસેથી ચોરીના અડધો ડઝન એકટીવા કબ્જે કરેલા છે.
સમગ્ર ઘટના અંફે5 વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં એક જ દિવસમાં 6 એકટીવા વાહનો ની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી. પહેલા તો પોલીસને એમ હતું કે આ વાહનો ચોરી કરવામાં કોઈ ઓર્ગેનાઇઝ ગેંગની સંડોવણી હોઈ શકે છે.
પરંતુ પોલીસે વધુ તપાસ શરૂ કરી અને cctv ફૂટેજ ના આધારે તપાસ કરી તો એક મહિલા ઉપર શંકા ગઈ અને જેમાં મહિલા ની તપાસ કરતા તો એને પકડી ને કાર્યવાહી કરવા માં આવી અને જેમાં તેની પૂછપરછ શરૂ કરી તો તેની પાસેથી અલગ અલગ 6 એકટીવા ચોરીની મળી આવેલી.
તપાસ માં સામે આવ્યું છે કે મહિલા પેહલા રેકી કરતી હતી અને ત્યાર બાદ માસ્ટર કી દ્વારા ચોરી કરીને ફરાર થઈ જતી હતી જોકે મહિલાની તપાસ કરવામાં આવી તો મહિલા અગાઉ પણ ndps કેસમાં પકડાઈ ચુકી છે.
આ મામલે dcp ઝોન-7 પ્રેમસુખ ડેલુંનું કેહવું છે કે આ મહિલા સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ અને આ મહિલાએ આ સિવાય અન્ય કોઈ વાહનની ચોરી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહ્યું છે.
સાથો સાથ આ મહિલાની સાથે અન્ય કોઈ ગેંગ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે છે. હાલ તો કોર્ટની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે સામાન્ય રીતે ચોર ટોળકી પકડાય ત્યારે તેમા મોટા ભાગે પુરુષો હોય છે. ખાસ કરીને વાહન ચોરી કરવામાં પુરુષો માહેર હોય છે. પરંતુ અત્યારે એક મહિલા ઝડપાઈ છે જે વાહચોરીમાં સાતિર નીકળી હતી. અને તેણે ટુવ્હીલર ચોરમાં જાણે માસ્ટરી હાંસલ કરી હોય એમ તેની પાસેથી અડધો ડઝન એક્ટીવા મળી આવ્યા હતા.