Home /News /gujarat /સબ સલામતીનાં દાવા પોકાળ, માતા પિતાએ ફોન ન ઉપાડતાં પાડોશીને જાણ કરી, વૃદ્ધ દંપતીની હત્યાની ભાળ મળી

સબ સલામતીનાં દાવા પોકાળ, માતા પિતાએ ફોન ન ઉપાડતાં પાડોશીને જાણ કરી, વૃદ્ધ દંપતીની હત્યાની ભાળ મળી

Ahmedabad Couple Murder Case: 90 વર્ષનાં દયાનંદ અને 80 વર્ષનાં વિજયાલક્ષ્મી નામનાં દંપતિ ઘાટલોડિયાનાં પારસમણી ફલેટમાં K બ્લોકનાં 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે

Ahmedabad Couple Murder Case: 90 વર્ષનાં દયાનંદ અને 80 વર્ષનાં વિજયાલક્ષ્મી નામનાં દંપતિ ઘાટલોડિયાનાં પારસમણી ફલેટમાં K બ્લોકનાં 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે

દિવાળીમાં લોકોની સુરક્ષા અને કાયદો , વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસએ (Ahmedabad Police) બનાવેલ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવો બનાવ શહેર ઘાટલોડિયા વિસ્તારમાં બન્યો છે. ધનતેરસની સમી (Dhanteras Pooja) સાંજે ભરચક વિસ્તારમાં લૂંટના ઇરાદે સિનિયર સિટીઝન (Senior citizen) દંપતીની હત્યા થઈ છે. ત્યારે હવે આરોપીને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગી છે.

દિવાળીનો તહેવાર લોકો સુખ-શાંતિથી બનાવી શકે તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. જોકે શહેરના ઘાટલોડિયામાં બનેલો બનાવ એ પોલીસનાં આ પ્લાનનાં ધજીયા ઉડાવી દીધા છે. શહેરનાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ પારસમણિ સોસાયટીમાં સાંજનાં સમયે સિનિયર સીટીઝન દંપતી દયાનંદ સાનભાગ અને તેમના પત્ની વિજ્યા લક્ષ્મીની હત્યા કરી હત્યારાઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો દોડતો થઇ ગયો છે.

આ પણ વાંચો-ગાંધીનગર : સીએનજીના ભાવ વધારાએ સામાન્ય લોકોને દઝાડ્યા, હવે રિક્ષાના ભાડામાં વધારો કરાયો

90 વર્ષનાં દયાનંદ અને 80 વર્ષનાં વિજયાલક્ષ્મી નામનાં દંપતિ ઘાટલોડિયાનાં પારસમણી ફલેટમાં K બ્લોકના 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે આવે છે અને બંનેની હત્યા (murder)કરી લૂંટ કરી છૂમંતર થઈ ગયા હતા.



પોલીસનું માનવું છે કે હત્યારાઓએ લૂંટનાં ઇરાદે હત્યા કરી હોય શકે છે. સિનિયર સિટીઝન દંપતી છેલ્લા કેટલાય વર્ષોથી અહી રહેતું હતું. તેઓ ONGCમાં નોકરી કરીને હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : લ્યો બોલો હવે કુતરાને રોટલી ખવડાવી પણ ગુનો છે? એક પુરુષની કરી નાખી દુર્દશા

દંપતીને ગળામાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જો કે પોલીસ એ તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે ઘરમાં સર સમાન અસ્ત વ્યસ્ત હતો.



મૃતકના પુત્ર એ તેમને ફોન કરતા તેઓ ફોન રીસિવ કરી રહ્યા ના હતા. જેથી તેમણે પાડોશી ને ફોન કર્યો હતો. પાડોશી ઘરમાં જોવા જતાં જ દંપતી લોહી લુહાણ હાલમાં જોવા મળ્યા હતા. જેની જાણ પોલીસને કરતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતનાં અધિકારીઓ આરોપીને પકડવા માટે કામે લાગ્યા છે. જો કે આરોપી કેટલાં સમયમાં પકડાય છે તે જોવું રહ્યું.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad news, Elderly Couple Murdered, અમદાવાદ ક્રાઇમ