Home /News /gujarat /અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?
અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?
નિવૃત્ત જજને ધમકી આપનાર નોકરાણીનો પતિ ઝડપાયો
Ahmedabad crime news: ડો.જ્યોત્સનાબેનની તબિયત ખરાબ હોવાથી ઘરઘાટી તરીકે પ્રવેશબેન વન્સકારને કામકાજ માટે રાખી હતી. જે પ્રવેશબેને તેના પતિ ચંદ્રપ્રકાશ વન્સકાર વિરુદ્ધ તાજેતરમાં જ સોલા પોલીસમાં શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવેલી હતી.
અમદાવાદઃ અમદાવાદ શહેરના (Ahmedabad city news) નવરંગપુરા પોલીસે (Navrangpura police) એક એવા આરોપીની ધરપકડ (Accused arrested) કરી છે જેણે સેશન્સ કોર્ટના નિવૃત્ત જજને ધમકી (Threatened retired Sessions Court judge) આપી હતી. એટલું જ નહીં આરોપીએ 24 કલાકમાં જુદા-જુદા નંબર પરથી 43 વખત ફોન કરીને ધમકી (threatened call) આપી હતી. કોણ છે આરોપી શા માટે આવુ કૃત્ય કર્યું તેનો ઘટસ્ફોટ પણ પોલીસ તપાસમાં થયો છે. પોલીસે પકડેલા આરોપીનું નામ ચંદ્રપ્રકાશ વન્સકાર છે. તેના ઉપર સેશન્સ કોર્ટના નિવૃત્ત જજ ડો.જ્યોત્સનાબેન યાજ્ઞિકને 24 કલાકમાં જુદા-જુદા નંબર પરથી 43 વખત ફોન કરીને ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ અંગે ડો. જ્યોત્સનાબેનના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનના (Navrangpura police station) પીઆઇ આર જે ચુડાસમા જણાવે છે કે પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે પત્ની પ્રવેશબેન વન્સકાર એ આરોપી પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેની સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદનું વેર વાળવા આ કૃત્ય કર્યું હતું.
એટલુ જ નહીં પણ આરોપી વિરૂદ્ધ ફરિયાદ થતા પોલીસ તરીકે ઓળખ આપીને ફોન કરી ધમકી પણ આપી હતી . જેને પગલે ડો.જ્યોત્સનાબેનના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફોન કરનાર તેમના ઘરઘાટીના પતિની ધરપકડ (maid husband) કરવામાં આવી છે.
મહત્વનું છે કે ડો.જ્યોત્સનાબેનની તબિયત ખરાબ હોવાથી ઘરઘાટી તરીકે પ્રવેશબેન વન્સકારને કામકાજ માટે રાખી હતી. જે પ્રવેશબેને તેના પતિ ચંદ્રપ્રકાશ વન્સકાર વિરુદ્ધ તાજેતરમાં જ સોલા પોલીસમાં શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવેલી હતી.
જે બાબતે પોલીસ સ્ટેશનથી ફોન આવતા ડો.જ્યોત્સનાબેનને આપ્યો. અને તેમણે વચ્ચે પડી મધ્યસ્થી કરાવવા ફોન લઈ તેમણે હોદ્દો અને બક્કલ નંબર પૂછતા ફોન કરનારે ડો.જ્યોત્સનાબેનને બીભત્સ ગાળો બોલી હતી. ત્યારબાદ 17થી 18 ઓગસ્ટ સુધીમાં ડો.જ્યોત્સનાબેનના ફોન પર 2 જુદા-જુદા નંબર પરથી સંખ્યાબંધ વખત ફોન કરીને આરોપી ચંદ્રપ્રકાશે ગાળો બોલી ધમકી આપી હતી.
ફરિયાદના આધારે પોલીસે ચંદ્રપ્રકાશની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે તે દારૂ પીધેલો હોવાથી તેની સામે પ્રોહિબિશનનો બીજો ગુનો નોંધ્યો હતો હાલ નવરંગપુરા પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.