Home /News /gujarat /સાસુ-સસરાનો વહુ પર ત્રાસ-'તું અમારી શાન પ્રમાણે દહેજ લાવી નથી, એટલે સહન કરવું જ પડશે'

સાસુ-સસરાનો વહુ પર ત્રાસ-'તું અમારી શાન પ્રમાણે દહેજ લાવી નથી, એટલે સહન કરવું જ પડશે'

અમદાવાદની પરણિતા પર સાસુ સસરાનો ત્રાસ

અમદાવાદનાં શાહપુર (Ahmedabd City) વિસ્તારમાં રહેતી એક યુવતીનાં લગ્ન તે જ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. જો કે છેલ્લા ચારેક મહિનાથી પરિણીતા તેના પિયરમાં (Ahmedbad Crime) રહે છે. લગ્નનાં થોડા સમય સુધી તેના પતિ અને સાસરિયાંએ તેને સારી રીતે રાખેલ બાદમાં પરિણીતાનો પતિ દારૂ પીને પરિણીતા સાથે મારઝૂડ કરતો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ - દહેજ દૂષણ આજે પણ અનેક જગ્યા એ યથાવત હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દહેજ ની લાલચ માં મહિલા એ આપવામાં આવતો ત્રાસ ને લઈને અનેક ફરિયાદી પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવ શહેરનાં શાહપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. દહેજની લાલચમાં સાસરિયાંએ તેને ત્રાસ આપતા પરિણીતા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો-દિવાળી બાદ કોરોનાનો કેર વર્તાયો, અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા

શાહપુર વિસ્તારમાં રહેતી એક યુવતીનાં લગ્ન તે જ વિસ્તાર માં રહેતા યુવક સાથે થયા હતા. જો કે છેલ્લા ચારેક મહિનાથી પરિણીતા તેના પિયર માં રહે છે. લગ્નનાં થોડા સમય સુધી તેના પતિ અને સાસરિયાંએ તેને સારી રીતે રાખેલ બાદમાં પરિણીતાનો પતિ દારૂ પીને પરિણીતા સાથે મારઝૂડ કરતો હતો. જે બાબતની જાણ તેણે તેના સાસુ-સસરાને કરતા તેઓ એ કહ્યું હતું કે તું અમારી શાન પ્રમાણે દહેજમાં કંઈ લાવેલ નથી, તો તારે એટલો ત્રાસ સહન કરવો જ પડશે.

આ પણ વાંચો-ખાસ ઝુંબેશ: મતદાર યાદીમાં નામ નોંધણી અથવા સુધારો કરવા શુ કરવું જોઈએ, જાણી લો

બાદમાં પરિણીતાને દીકરાનો જન્મ થતાં બાળકની સંભાળ રાખવામાં ઘર કામ ઓછું થતું હતું.  જેથી તેના સાસુ સસરા અવાર નવાર ઘરકામ બાબતે સંભાયાવતા અને દહેજને લઈને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પરિણીતા એ આં અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા હવે પછી ત્રાસ નહિ આપવાની શરતે પરિણીતા ને પરત લઈ ગયા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી તેનો પતિ મારઝૂડ કરતો અને સાસુ સસરા દહેજની માંગણી કરીને તલાક આપી દેવાની ધમકી આપતા હતા. આ સમગ્ર મામલે પરિણીતાએ હવે પોલીસને જાણ કરતા હાલ માં પોલીસ એ આં મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ ક્રાઇમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો