Home /News /gujarat /ખેડૂતો માટે માઠા સમાચાર: રાજ્યમાં પાંચ દિવસ સારા વરસાદની શક્યતા નહીવત

ખેડૂતો માટે માઠા સમાચાર: રાજ્યમાં પાંચ દિવસ સારા વરસાદની શક્યતા નહીવત

સેટેલાઇટ તસવીર

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટલ હાલ સક્રિય નથી. દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના.

અમદાવાદ: આ વર્ષે વરસાદે ખેડૂતોને જાણે કે હાથતાળી આપી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat)ને બાદ કરતા રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. વરસાદ ન પડતા હવા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવવા લાગી છે. પાંચ દિવસ પહેલા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra rain forecast)માં સારા વરસાદની આગાહી કરી હતી. જોકે, જોઈએ એવો વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગ (Weather department)ની નવી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં વરસાદનું જોર ઘટી જશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઝાપટાં પડી શકે છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતા નથી. એટલું જ નહીં, રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ પણ બંધાતી હોય તેવું પણ જોવા મળ્યું નથી.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, "દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઝોર ઘટી જશે. પંચમહાલ અને મહીસાગરમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની વધારે સંભાવના નથી. 24 કલાક પછી ગુજરાતમાં કોઈ સિસ્ટમ નથી. જોકે, કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. "

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજુ પણ સામાન્યથી 46% વરસાદની ઘટ છે. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 41.6% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 51.2%, મધ્ય ગુજરાતમાં 37.9%, સૌરાષ્ટ્રમાં 36.9%, ઉત્તર ગુજરાતમાં 32% અને કચ્છમાં 31.7% વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના લાખણી અને થરાદ તાલુકામાં સિઝનનો કુલ 2 ઈંચ વરસાદ પણ નથી થયો. જ્યારે 20 તાલુકા એવા છે જ્યાં 5 ઈંચથી ઓછો વરસાદ છે.
" isDesktop="true" id="1127054" >


રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક

વરસાદ ન પડવાને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. રાજ્યના કુલ 207 જળાશયમાં સરેરાશ 48.4% પાણી છે. સરદાર સરોવર ડેમમાં 45.7%, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 24% , મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.3%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 61.9%, કચ્છના 20 ડેમમાં 21.3% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 40.6% પાણી છે. જ્યારે રાજ્યના 5 ડેમ ખાલી પડ્યા છે. 28 ડેમમાં માત્ર 5%, 64 ડેમમાં 5થી લઈ 25% પાણી છે. જ્યારે 60 ડેમમાં 25થી લઈ 50%, 26 ડેમમાં 50થી લઈ 70 % પાણીનો જથ્થો છે. રાજ્યમાં હાલ 22 ડેમ એવા છે જેમાં 70%થી વધુ પાણી. આઉપરાંત હાલ રાજ્યમાં માત્ર ત્રણ ડેમ સંપૂર્ણ ભરેલા છે.
First published:

Tags: IMD, ગુજરાત, ચોમાસુ, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો