Vijay Rupani Resignation અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું (Vijay Rupani resign) સોંપ્યું છે. રાજ્યપાલ (Governor of Gujarat)ને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)અને મંત્રીગણના તમામ સભ્યો હાજર હતા. તેમણે રાજીનામું આપતા કહ્યુ છે કે તેઓ પાર્ટી સોંપે તે કામ કરતા રહેશે. આ સાથે જ તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો આભાર માન્યો હતો. આ સાથે હવે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી (New Chief Minister of Gujarat) કોણ તેના પર અટકળો ચાલી રહી છે. ગાંધીનગરથી આધારભૂતો સૂત્રો જણાવી રહ્યા છે કે ભાજપ હાઇકમાન્ડ નવા ફોર્મેટ સાથે મેદાને ઉતરશે.
કેબિનેટનું નવુ ફોર્મેટ
સૂત્રોનું માનીએ તો રાજ્યમાં કેબિનેટનું નવું ફોર્મેટ જોવા મળી શકે છે. ગુજરાતમાં પહેલીવાર જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપના પહેલા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હતા. આ ફોર્મેટ જ નવા મુખ્યમંત્રી માટે પણ લાગુ પડી શકે છે. વિજય રૂપાણી બાદ ગુજરાતને મળનારા નવા મુખ્યમંત્રી સાથે બે ઉપમુખ્યમંત્રી ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળે તેવી વકી છે. ગુજરાતમાં આ સત્તા પરિવર્તન માટે ભાજપ હાઇકમાન્ડે કવાયત કરી લીધી છે.
રાજ્યમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં બે ઉપમુખ્યમંત્રી મળી શકે છે. એક ઓબીસી અને એક આદિવાસી નાયબમુખ્ય મંત્રી બને અને પાટીદાર મુખ્યમંત્રી શકે છે. અગાઉ જ્યારે માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખાન એટલે કે ક્ષત્રીય, કોળી, આદિવાસી અને મુસ્લિમ દલિત મતો મેળવી અને 149 બેઠકો પર જીત મેળવી હતી ત્યારે હવે ભાજપ પણ પાટિદાર, ઓબીસી, આદિવાસી નેતાઓને સત્તાનું સુકાન સોંપી અને 2022માં અપસેટ કરી શકે છે
" isDesktop="true" id="1132045" >
મંત્રીઓ પડતા મૂકાવાની શક્યતા
રાજ્યમાં નવા સીએમ સાથે નવા મંત્રી મંડળનો શપથ સમારંભ થશે. ગુજરાતમાં નવી સરકારની રચના સાથે જે નવા મુખ્યમંત્રી આવે તેમાં નવા મંત્રીઓ આવી શકે છે. હાલમાં કોરોનાકાળમાં થયેલી કામગીરીમાં ઉણા ઉતરેલા મંત્રીઓને પડતા મૂકી શકાય છે. સૂત્રોના મતે રાજ્યમાં છ કેબિનેટ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે.
હવે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી (New Chief Minister of Gujarat) કોણ તેના પર અટકળો ચાલી રહી છે. રાજ્યમાં સંભવિત મુખ્યમંત્રી પાટીદાર નામો ચર્ચાઈ રહ્યા છે. અગાઉની જેમ જ નીતિન પટેલ મનસુખ માંડવિયા પરષોત્તમ રૂપાલા ગોરધન ઝડફિયા પ્રફુલ પટેલના નામો ચાલી રહ્યા છે ત્યારે આ ચહેરા પૈકીનું કોઈ એક મુખ્યમંત્રી બની શકે છે.