Home /News /gujarat /ગાંધીનગર: દારુડિયો પોર્ન ફિલ્મો જોઇ ત્રણ બાળકી પર ગુજાર્યો બળાત્કાર, એકની કરી હત્યા
ગાંધીનગર: દારુડિયો પોર્ન ફિલ્મો જોઇ ત્રણ બાળકી પર ગુજાર્યો બળાત્કાર, એકની કરી હત્યા
ગાંધીનગર રેપિસ્ટની ધરપકડ
ગાંધીનગર સાતેજ વિસ્તારમાં (Gandhinagar Crime News) બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે (Psycho Rapist) સાઇકો રેપીસ્ટ કિલરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ 3 બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. અને તેમની હત્યા કરી નાંખી હતી.
ગાંધીનગર: સાતેજ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે સાઇકો રેપીસ્ટ કિલરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ 3 બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. અને તેમની હત્યા કરી નાંખી હતી. આ સાઇકો કિલર મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઈને બાળકીઓનું અપહરણ કરીને તેમનાં પર દુષ્કર્મ આચરતો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી. પોલીસ કસ્ટડીમાં કાળા બુરખામાં જોવા મળતા આરોપી વિજય ઠાકોરએ 3 માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની વાત કબૂલી છે.
જેમાંથી એક બાળકીની તેણે હત્યા કરી દીધી હતી. ઘટનાની વાત કરીએ તો દિવાળીનાં દિવસે 5 વર્ષની બાળકીનું અપહરણ અને દુસકર્મની ઘટના સામે આવી હતી. ગાંધીનગર પોલીસ, LCB અને SOGની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી છે જેમાં ફેકટરીઓ, ગામની કેનાલ અને ખાનગી CCTV ફુટેજના આધારે ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન પોલીસ વિજય ઠાકોર સુધી પહોંચી શકી હતી.
તેની પૂછપરછ માં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો તો ખુલાસો થયો હતો. જ્યારે 3 વર્ષની બાળકીની હત્યા કરીને દુષ્કર્મ આચર્યું હોવાની વાત તેણે કબુલી હતી. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે તપાસ કરતા બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે.
આ પણ વાંચો-દિવાળીમાં એક પરિવારને જેસલમેરની ટુર 8.72 લાખમાં પડી?- વાંચો આખી ઘટના
આ ઉપરાંત વધુ એક 7 વર્ષની બાળકી સાથે પણ તેણે દુષ્કર્મ આચાર્યુ હોવાની વાત સ્વીકારી હતી. પોલીસે 3 ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી દીધી છે. આરોપી વિજય ઠાકોર ક્લોલના વાંછઝડા ગામનો રહેવાસી છે. છૂટક મજુરી કરે છે. આરોપી પરણિત છે અને તેને પણ 6 વર્ષની દીકરી છે. સાઇકો રેપીસ્ટ મોબાઈલમાં સતત પોર્ન ફિલ્મ જોતો હતો અને તેને દેશી દારૂ પીવાની આદત હતી.
પોર્ન ફિલ્મ જોયા બાદ તેને બાળકીઓને ટાર્ગેટ કરતો હતો. સાતેજ નજીક ફેકટરીઓમાં કામ કરતાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરી લે અથવા તેઓને વસ્તુ ખવડાવવાની લાલચ આપીને ઉઠાવી જતો હતો. દુષ્કર્મ કેસમાં પણ 5 વર્ષની બાળકીને બાઇક પર ફરવા લઈ જવાનું કહીને દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે 7 વર્ષની બાળકી પોતના ઘર નજીક મોબાઈલ રમી રહી હતી ત્યારે મોબાઈલ ઝૂંટવીને લઈ ગયો હતો.
બાળકી પાછળ મોબાઈલ લેવા આવી ત્યાર તેની સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે ત્રીજી 3 વર્ષની બાળકી પરિવાર સાથે સુતી હતી તેને ઉઠાવીને લઈ ગયો હતો બાળકી રડી રહી હતી એટલે તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી દુષ્કર્મ આચર્યું હોવાની વાત કબૂલી હતી. આરોપીની માનસીકતા એટલી વિકૃત છે કે દિવાળી અને નવા વર્ષના દિવસે બાળકી પર દુષ્કર્મ આચરીને ગામમાં આયોજિત માતા જી ના ગરબા રમવા પણ ગયો હતો. આ સાઇકો રેપીસ્ટ વિજય ઠાકોરની પોલીસે ધરપકડ કરીને 11 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે 3 બાળકી સાથે દુસકર્મ અને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પરંતુ આરોપીએ અન્ય બાળકીને ટાર્ગેટ કરી હોવાની શક્યતા હોવાથી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.