Home /News /gujarat /Ahmedabad crime news: ઠગ ગેંગે 3 કરોડની લોન આપવા ફિલ્મી સ્ટાઇલ અપનાવી, બે દિવસ માટે ખોલી આંગડિયા પેઢી

Ahmedabad crime news: ઠગ ગેંગે 3 કરોડની લોન આપવા ફિલ્મી સ્ટાઇલ અપનાવી, બે દિવસ માટે ખોલી આંગડિયા પેઢી

છેતરપિંડીના આરોપી

Ahmedabad crime news: આરોપીઓએ (accused) છેતરપિંડી (fraud) માટે માત્ર બે દિવસ પૂરતી આંગડિયા પેઢી (Angadiya firm) પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ (Demend draft) પણ તૈયાર કર્યા હતા.

અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad) વેપારીને ૩ કરોડની લોન આપવાના બહાને રૂપિયા 11 લાખની છેતરપિંડી (Fraud case) કરનાર 5 આરોપીની નવરંગપુરા પોલીસે (Navrangpura police) ધરપકડ કરી છે.  આરોપીઓએ છેતરપિંડી માટે માત્ર બે દિવસ પૂરતી આંગડિયા પેઢી (Angadiya firm) પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ (Demend draft) પણ તૈયાર કર્યા હતા. જોકે ફરિયાદીને છેતરપિંડીની ગંધ આવી જતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

શહેરના નવરંગપુરા પોલીસ મથકે છેતરપિંડીની એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપીઓએ છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. અમદાવાદના વેપારી ને ઠગવા માટે આરોપીઓએ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા, સાથે જ બે દિવસ માટે શ્રી કૃપા એન્ટરપ્રાઇઝ ના નામે આંગડિયા પેઢી પણ ખોલી હતી.

જે ગુનામાં નવરંગપુરા પોલીસે પાંચ આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઇ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈ નો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન

આરોપીની મોડસ ઓપરેન્ડી પણ નજર કરીએ તો અમદાવાદના વેપારી દેવાંગભાઈ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે તેમણે ચેન્નઈના રામશિવા નો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીની નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

આરોપી ગૌરાંગ પંડ્યા એ ફરિયાદીને કહ્યું હતું, કે તેમને આઠ કરોડ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જેમાંથી પાંચ કરોડ રૂપિયા પાછા આપવાના રહેશે અને ત્રણ કરોડ ફરિયાદી ને પાંચ વર્ષ માટે વગર વ્યાજે વાપરવા માટે મળશે. જે માટે પહેલાં પાંચ લાખ રૂપિયા અને બાદમાં છ લાખ રૂપિયા તે મળી કુલ 11 લાખ 15 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ બેકાર એન્જિનિયર યુવકે શિક્ષિકા પર વારંવાર આચર્યું દુષ્કર્મ, પુત્રના રમાડવાના બહાને આવ્યો હતો સંપર્કમાં

આરોપીઓ દ્વારા અવારનવાર ફરિયાદી પાસે માત્ર રૂપિયા માનવામાં આવતા હતા. પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રૂપિયા ન મળતા છેતરપિંડી થયું હોવા ની શંકા થઈ હતી જેથી તપાસ કરતાં હકીકત સામે આવી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati News News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો