Home /News /gujarat /અમદાવાદ રિલીફ રોડ પર ભીષણ આગ, સદનસિબે કોઇ જાનહાનિ નહી, લાખો રૂપિયાનો માલ બળી ખાખ

અમદાવાદ રિલીફ રોડ પર ભીષણ આગ, સદનસિબે કોઇ જાનહાનિ નહી, લાખો રૂપિયાનો માલ બળી ખાખ

આકાર કોમ્પલેક્સમાં લાગેલી આગની તસવીર

Ahmedabad news:અમદાવાદ ફાયર વિભાગને (Ahmedabad Fire Department) બપોરના 1થી 1:30 કલાક વચ્ચે કોલ મળતા ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ રિલીફ રોડ પર દોડી આવી હતી. શહેરના સૌથી ગીચ વિસ્તાર ગણતા રિલીફ રોડ પર આવેલા આકાર કોમ્પ્લેક્ષના બીજા માળે આગ લાગી હતી.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) રિલીફ રોડ (relief road) પર આવેલ આકાર કોમ્પેલક્ષમાં ભીષણ આગ (big fire in Aakar complex) લાગતા મોટી અફરાતફરી જોવા મળી હતી. જો સદનસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી. માત્ર દુકાનમાં રહેલા માલ સામાન બળી ખાખ થઇ ગયો હતો. અમદાવાદ ફાયર વિભાગને (Ahmedabad Fire Department) બપોરના 1થી 1:30 કલાક વચ્ચે કોલ મળતા ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ રિલીફ રોડ પર દોડી આવી હતી. શહેરના સૌથી ગીચ વિસ્તાર ગણતા રિલીફ રોડ પર આવેલા આકાર કોમ્પ્લેક્ષના બીજા માળે આગ લાગી હતી . આગ એટલી વિકરાળ હતી કે આગ પહેલા માળથી લઇ ચોથા માળ સુધી પસરી હતી. જો સદનસીબે કોઇ જાન હાની થઇ ન હતી. માત્ર મોટી સંખ્યામાં દુકાનમાં રહેલા માલ સામાન બળી ખાસ થયો હતો

દુકાન માલિકે જણાવ્યુ હતુ કે આગની ઘટના બપોરના 1થી 1:30 વચ્ચે બની હતી. આગ લાગતા દુકાનમાં કામ કરતા કર્મચારી સાથે રોડ પર આવી ગયા હતા. દુકાનમાં શેરવાની શુટીગનુ કામ ચાલી રહ્યું હતુ. લગ્ન સિઝન હોવાથી રવિવારે રજા હોવા છતા કામ ચાલી રહ્યું હતુ. આગના પગલે માલ બળીને ખાખ થયો છે . મોટુ નુકશાન  થયું હોવાનું અનુમાન છે.

ગઇકાલે રાત્રે પણ શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હતી પણ તે બુજાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આજે પણ રાબેતા મુજબ દુકાનમાં કામ ચાલી રહ્યું હતુ . અને એકા એક કોઇ વાયરમાં સ્પાર્ક થતા આગ લાગી હતી . દુકાનમાં કપડા રો મટીરિયલ હોવાથી આગ વધુ તેજ બની હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: સિંહ રાશિના લોકો માટે લાંબા ગાળાના નિર્ણયો જોખમી, જાણો રાશિફળ

ફાયર વિભાગના ચિફ ઓફિસર રાજેશભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે ફાયર કોલ મળતા ફાયર વિભાગની 8થી વધુ ગાડી સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવી લેવામા આવ્યો છે. આગ પાછળનુ પ્રથામિક કારણ કોઇ શોર્ટ સર્કિટ હોવાનું લાગી રહ્યું છે. કોમ્પેલેક્ષમા વાયરીગ બહાર હતુ તેમજ મશિના વધુ પડતા લોડના કારણે આગ લાગી હોઇ શકે છે. તેમજ આજે રવિવાર હોવાથી મોટા જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું

કારણ કે અહીં લોકોની ભીડ હોય છે. પરંતુ આગમાં કોઇ જાન હાની થઇ નથી. દુકાનમાં રહેલા માલ સામાન સંપૂર્ણ બળી ગયો છે. આ સાથે જો દુકાન માલિકને ગઇ કાલે જ ખબર પડી હતી કે શોર્ટ સર્કિટના આગ લાગી હતી. તો તેઓની સંપૂર્ણ બેદરકારી છે.

આ પણ વાંચોઃ-દર્દનાક હત્યા! ઈંટથી માર મારીને મહિલાએ પોતાની જ ગર્ભવતી મિત્રની કરી હત્યા, પેટ કાપી બાળક ચોર્યું

તેઓ ગઇ કાલ રામના ઘટના બાદ તરત જ વાયરિગ યોગ્ય કરવાની જરૂર હતી. જો દુકાન માલિક પહેલા થી એલર્ટ રહ્યા હોત તો આ ઘટના ન બની હોત. કોઇ કોમ્પેલક્ષે યોગ્ય સમયે ઇલેકટ્રીક વર્કર કરવું જોઇએ.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati News News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन