Home /News /gujarat /Gujarat New CM: ગુજરાતમાં ફરી 'પાટીદાર પાવર,' નવા CM છે સરદારધામ, વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી
Gujarat New CM: ગુજરાતમાં ફરી 'પાટીદાર પાવર,' નવા CM છે સરદારધામ, વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી
રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર
Gujarat New CM Bhupendra Patel: રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એન્જિનિયર હતા, ઘાટલોડિયાના ધારાસભ્ય છે, વાંચો ચેમનો રાજકીય અને વ્યાવસાયિક અનુભવ કેવો છે
Gujarat New CM Bhupendra Patel: રાજ્યમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા (BJP) દ્વારા ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel)ની નવા મુખ્યમંત્રી (New gujarat chief Minister) તરીકે પસંદગી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલને આજે ભાજપની વિધાયકદળની મીટિંગમાં (Gujarat MLA Parliamentary Meeting)માં વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Ex CM Vijay Rupani)એ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે (New chief Minister) તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓમાં 'દાદા'ના નામથી જાણીતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના લોકો જો ન ઓળખતા હોય તો એમનો રાજકીય અને અંગત પ્રવાસ વાંચવા જેવો છે. જાણો કોણ છે ગુજરાતના નવા નાથ ભૂપેન્દ્ર પટેલ.
ભૂપેન્દ્ર પટેલ પટેલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના લાંબા સમય સુધી કોષાધ્યક્ષ રહેલા છે. તેઓ અમદાવાદના મેમનગરની નગરપાલિકાના અધ્યક્ષ હતા અને ત્યારબાદ વર્ષ 2010માં પહેલીવાર અમદાવાદના કોર્પોરેટર બન્યા હતા. અમદાવાદમાં તેઓ વર્ષ 2016માં આનંદી બહેન પટેલના રાજીનામા બાદ ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કાર્યકર્તાઓમાં કાકા અને ઘાટલોડિયામાં દાદા તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદના થયો હતો. તેમના પત્નીનું નામ હેતલબહેન પટેલ છે. અમદાવાદના શીલજમાં રહેતા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય છે. તેમણે આનંદીબેનના અનુગામી તરીકે ઘાટલોડિયા પરથી ચૂંટણી લડી હતી. ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર હતા અને ડિપ્લો એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો છે.
" isDesktop="true" id="1132195" >
સામાજિક અને રાજકીય કારકીર્દી
ભૂપેન્દ્ર પટેલ સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. તેઓ મેમનગર નગર પાલિકાના 1995-96 સુધી સ્ટેન્ડિંગ કમિટીનવા ચેરમેન હતા અને વર્ષ 1999-2000,2004,06માં મેમનગર નગરપાલિકાના ચેરમેન રહી ચુક્યા છે. તેઓ અમદાવાદ સ્કુલબોર્ડના 2008-10 સુધી વાઇસ ચેરમેન રહી ચુક્યા છે. વર્ષ 2010-15 સુધી તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના થલતેજ વોર્ડના કોર્પોરેટર હતા અને સ્ટેન્ડિંગ કમિટાના ચેરમેન રહી ચુક્યા છે. વર્ષ 2015-17 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓડાના ચેરમેન રહી ચુક્યા છે.
ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનુયાયી છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત રમત-ગમત અને ક્રિકેટ અને બેડમિન્ટનનો શોખ ધરાવે છે. તેમણે અત્યારસુધીમાં અમેરિકા, યુરોપી, સિંગાપોર, દુબઈ અને ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ કરેલો છે. વર્ષ 2017થી તેઓ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે કાર્યરત છે.
2017 માં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ચૂંટાયેલા
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે તે સમયે તેઓ આનંદીબેન પટેલના સૌથી નજીક હોય રૂપાણી સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન મેળવી શક્યા ન હતા. જોકે, તેમના નસીબમાં સીધી મુખ્યમંત્રીની ખુરશી હતી જે આજે સ્પષ્ટ થયું છે.